સુરતમાં 26 વર્ષની CA પંછીલાના આપઘાત કેસમાં 3 લોકોની ધરપકડ, જાણો યુવતીને કેવી રીતે કરતા હતા પરેશાન

291

– પંછીલાને આપઘાત માટે કરાઇ હતી મજબૂર
– પોલીસે CA ફર્મના 3 CAની કરી ધરપકડ

સુરત : સુરતમાં CA યુવતી પંછીલા લુણાગરિયાના આપઘાત મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. લાંબી તપાસ બાદ પોલીસે CA ફર્મના 3 CAની ધરપકડ કરી છે.સંજય અગ્રવાલ,આલોક ધંધાનિયા,તુષાર વેગડની ધરપકડ કરી છે. 26 વર્ષીય પંછીલાને આપઘાત માટે મજબૂર કરાઇ હતી.પંછીલાને ક્લાઇન્ટના ધાર્મિક કાર્યક્રમમાં જાહેરમાં અપમાનિત કરી હતી. CAનું લાયસન્સ રદ કરવાની ધમકી આપતા ઇ-મેઇલ કર્યા હતા. પંછીલાના આપઘાત બાદ પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર ઘટના વર્ષ 2020માં બની હતી.સુરતમાં પંછીલા નામની યુવતી અભ્યાસમાં ખુબ હોશીયાર હતી. CAનો અભ્યાસ કર્યા બાદ અગ્રવાલ એન્ડ ધંધાનિયા નામની ફર્મમાં જોબ કરતી હતી.પંરતુ પંછીલાને માનસિક ત્રાસ મળતો હોવાની વાત સામે આવી હતી.અને આ કારણે જ તેણે આપઘાત કરી લીધો હતો.

જે બાદ પોલીસે પરિવારની ફરિયાદ આધારે ત્રણ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.જો કે, આ ત્રણેય લોકોએ ધરપકડથી બચવા માટે જેતે સમયે આગોતરા જામીન પણ દાખલ કર્યા હતા.જેને કોર્ટે નામંજૂર કરી દીધા હતા.આ પછી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી.લાંબા સમય બાદ ત્રણેય લોકોની ધરપકડ કરાઈ છે.

Share Now