ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા નાણાકીય વર્ષ 2020-21 માટે ITR ફાઇલ કરવાની ડેડલાઇન 30 સપ્ટેમ્બર 2021 સુધી જરૂર વધારી દીધી છે,પરંતુ ડેડલાઇન વધવાનો અર્થ એ નથી કે તમારે દંડાત્મક વ્યાજ ચાર્જથી રાહત મળી રહી છે,જેની ચુકવણી સેલ્ફ અસેસમેંટ ટેક્સ અથવા એડવાન્સ ટેક્સના કેસમાં આઉટસ્ટેંડિંગ ટેક્સ લાયબિલિટીના મામલે જરૂરી હોય છે.
બાકી ટેક્સ પર લાગશે ઇંટરેસ્ટ
એક રિપોર્ટ અનુસાર, ઇનકમ ટેક્સ એક્ટ 1961ના ત્રણ સેક્શન 234A, 234B અને 234C અંતર્ગત ટેક્સપેયર્સને બાકી ટેક્સ પર ઇન્ટરેસ્ટ આપવુ જરૂરી હોય છે, જો તેને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ થાય છે.સેક્શન 234A અનુસાર ITR ફાઇલિંગમાં વિલંબ પર વ્યાજ લાગે છે. માની લો કે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2021 છે અને તમે 6 ઓગસ્ટ 2021ના રોજ ફાઇલ કર્યુ.ત્યારે આ કેસમાં બાકી ટેક્સ અમાઉન્ટ પર દર મહિને 1 ટકાના હિસાબે વ્યાજ લાગશે.આ મામલે પૂરા એક મહિનાનું વ્યાજ ચાર્જ આપવુ પડશે.એટલે કે 6 દિવસના વિલબંદને પૂરા એક મહિનાનો વિલંબ માનવામાં આવશે.
શેના પર લાગશે ઇન્ટરેસ્ટ પેનલ્ટી
જો કે, સેક્શન 234 એ હેઠળ તે ટેક્સપેયર્સને રાહત મળે છે, જેનું સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ 1 લાખ રૂપિયા સુધીનો છે.પરંતુ જો ટેક્સની લાયબિલિટી 1 લાખ રૂપિયાથી વધુ છે,તો તેઓએ વિલંબ પર વ્યાજ ચૂકવવું પડશે.આમ છતાં, ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે,જો તમારી ટેક્સ લાયબિલિટી 1 લાખ રૂપિયાથી વધુ છે,તો તમારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે 1% ના દરે વ્યાજ ચૂકવવું પડશે. માની લો કે સમયમર્યાદા 30 સપ્ટેમ્બરથી વધુ લંબાય છે,તો તે મુજબ વ્યાજ વધારશે.
એડવાન્સ ટેક્સમાં વિલંબ થતાં વ્યાજ ચૂકવવાનું રહેશે
એ જ રીતે, સેક્શન 234 બી હેઠળ, જો કોઈ ટેક્સપેયરે એડવાન્સ ટેક્સ ભર્યો ન હોય અથવા કરની 90% કરતા ઓછી ચૂકવણી કરી હોય, તો તેણે 1% ના દરે વ્યાજ પણ ચૂકવવું પડશે.આપને જણાવી દઈએ કે ઇનકમ ટેક્સ એક્ટ 1961 ની કલમ 208 મુજબ,જો કોઈ એક વર્ષ માટે વ્યક્તિની ટેક્સ લાયબિલિટી 10,000 રૂપિયા અથવા તેથી વધુની હોય, તો તેણે એડવાન્સ ટેક્સ ભરવો પડશે.જો તે આમ કરવામાં નિષ્ફળ જાય છે,તો તેને સેક્શન 234 બી હેઠળ દર મહિને 1% ના દરે અથવા એપ્રિલથી વાસ્તવિક કર ચૂકવણીની તારીખ સુધીના વ્યાજ ચૂકવવા પડશે.
કલમ 234 સી હેઠળ એડવાન્સ ટેક્સ ઇન્સ્ટોલમેન્ટની ચુકવણીના ડિફોલ્ટરો પર વ્યાજ વસૂલવામાં આવે છે.આપને જણાવી દઈએ કે ટેક્સપેયર્સ 15 મી જૂન,સપ્ટેમ્બર,ડિસેમ્બર અને માર્ચ સુધીમાં 15 ટકા, 45 ટકા, 75 ટકા અને 100 ટકા એડવાન્સ ટેક્સ ભરવો પડશે.જો એડવાન્સ ટેક્સ ચુકવણીમાં કોઈ ભૂલ છે,તો તે ક્વાર્ટરમાં 3% વ્યાજ લેવામાં આવશે.