વડોદરા : વડોદરા જિલ્લાના કરજણના તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વીટી પટેલની ચકચારી હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૭૨ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
વડોદરા જિલ્લાના કરજણના તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વીટી પટેલની ચકચારી હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૭૨ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.સ્થાનિક પોલીસ દ્વારા ૪૯ દિવસ થવા છતાં અંધારામાં ફાંફાં મારી રહી હતી.તે કેસને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે માત્ર ૭૨ કલાકમાં ઉકેલી નાખ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પૂછપરછમાં ભાંગી પડેલા પી આઇ એ પોતાની પત્નીની ગળુ દબાવી હત્યા કરી નાખી હોવાનું ક્રાઇમ બ્રાન્ચ સામે કબૂલ્યું હતું.
ગુનાની કબૂલાત બાદ પી.આઇ અજય દેસાઈ તેમજ મદદગારીમાં સંડોવાયેલા કિરીટસિંહ જાડેજાને સોમવારના રોજ કરજણ કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં તેઓને કોર્ટે ૧૧ દિવસના રિમાન્ડ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર વડોદરા જિલ્લા સહિત ગુજરાતમાં ચકચાર મચાવનારા સ્વીટી પટેલ હત્યા કેસમાં હવે કેવો વળાંક આવે છે.તે જોવું રહ્યું પી.આઇ અજય દેસાઈ એ ક્યા કારણોસર સ્વીટી પટેલની હત્યા કરી અને હત્યા કેમ કરવી પડી તે તો રિમાન્ડ દરમિયાન જાણવા મળશે. હાલ તો સ્વીટી પટેલની હત્યાનો સમગ્ર મુદ્દો કરજણ તાલુકા સહિત વડોદરા જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.