પોર્ન ફિલ્મ કેસમાં ફસાયેલા શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને કોર્ટ તરફથી રાહત મળી નથી.તેમને અને રાયન થોર્પને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.રાજ કુંદ્રાની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે ૧૯ જુલાઈએ ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે રાજ કુન્દ્રા આ સમગ્ર મામલામાં મુખ્ય કાવતરાખોર લાગે છે.
પોર્ન કેસમાં મુંબઈ પોલીસે આ વર્ષે ૪ ફેબ્રુઆરીએ કેસ નોંધ્યો હતો , ત્યારબાદ આ મામલો ગતિ પકડવા લાગ્યો હતો.જ્યારે પોલીસે મલાડ વેસ્ટ સ્થિત એક બંગલા પર દરોડા પાડ્યા ત્યારે ત્યાં એક અશ્લીલ ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું.ત્યારબાદ પોલીસને રાજ કુંદ્રા વિશે મહત્વપૂર્ણ ચાવીઓ મળી હતી પરંતુ તેની ધરપકડ પહેલા પોલીસ નક્કર પુરાવા એકત્રિત કરવા માંગતી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ પોર્ન કેસમાં તેની ધરપકડની અપેક્ષા રાખતો હતો ,તેથી તેણે માર્ચમાં જ પોતાનો ફોન બદલી નાખ્યો,જેથી કોઈ ડેટા ફરીથી મળી ન શકે.ક્રાઇમ બ્રાંચની ટીમે જ્યારે તેને તેના જૂના ફોન વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેણે ફેંકી દીધી છે. પોલીસનું માનવું છે કે, જૂના ફોનમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી હોઇ શકે છે જે મેળવવા પ્રયાસ કરી રહેલ છે.