ભારત સરકાર દ્વારા તમામ સરકારી કામકાજ ઓનલાઇન કરવા માટે પ્રજાજનો ઉપર પણ ભારણ નાખવામાં આવે છે.પરંતુ સરકારની ઓનલાઇન સીસ્ટમમાં વારંવાર ખામી સર્જાતા સોમવારના રોજ મામલતદાર કચેરી,દસ્તાવેજની નોંધણી સહિતના અનેક કામકાજ અટકી પડતાં શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.
સરકાર દ્વારા નાનામાં નાની કામગીરી પણ ઓનલાઇન કરવા માટે પ્રજાજનોને દબાણ કરવામાં આવી રહ્યું છે.મોટાભાગના કિસ્સાઓમાં પ્રજાજનો અભણ હોય ઓનલાઇનના જાણકાર પાસે કામગીરી કરાવવા જવું પડી રહ્યું છે.જેના કારણે પ્રજાજનોના નાણા અને સમયનો વ્યય થઇ રહ્યો છે.સરકારી ઓનલાઇન માટેનુ સર્વર વારંવાર ડાઉન થઇ જાય છે.જેના કારણે મામલતદાર કચેરીમાં ઇ-ધરા,એ.ટી.વી.ટી.,આવકના દાખલા કાઢવાની કામગીરી,દસ્તાવેજ માટેની ઓનલાઇન ફી ભરવાની,દસ્તાવેજ નોંધણીનો સમય માંગવા જેવી અનેક પ્રકારની કામગીરી પૂરો દિવસ બંધ રહેતા શહેરીજનો હેરાન પરેશાન થઇ ઉઠયા છે.