પહેલીવાર ચીન પહોંચ્યા તાલિબાની નેતાઓ, અફઘાનિસ્તાનમાં રોકાણ કરશે ડ્રેગન!

248

અફઘાનિસ્તાનના 90 ટકા વિસ્તારો પર કબજો કરવાનો દાવો કરનારા તાલિબાનનું પ્રતિનિધિમંડળ મુલ્લા અબ્દુલ ગની બરાદરના નેતૃત્વમાં ચીન પહોંચ્યું છે.અમેરિકન સેનાની વાપસી બાદ એવું પહેલીવાર છે જ્યારે તાલિબાની નેતા ચીન પહોંચ્યા છે.આ યાત્રા દરમિયાન તાલિબાની નેતાઓની ચીનની વિદેશ મંત્રી વાંગ યીની સાથે મુલાકાત થઈ.ચીન સાથેની તાલિબાનની આ મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે.

આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કેટલાક દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશી અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના ચીફ ફૈઝ હામિદે પણ ચીન જઈને વાંગ યી સાથે મુલાકાત કરી હતી.તાલિબાને ચીનના શિંજિયાગ પ્રાંતથી અડીને આવેલા દેશના અડધાથી વધારે સરહદી વિસ્તાર પર કબજો કર્યો છે.ચીનને ડર સતાવી રહ્યો છે કે આતંકવાદી સંગઠન તેના શિંજિયાંગ પ્રાંતમાં ઘૂસણખોરી કરી શકે છે.

ચીને તાલિબાની નેતાઓને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેઓ તમામ આતંકવાદી સંગઠનો સાથે પોતાના સંબંધ સંપૂર્ણ રીતે ખત્મ કરે.આમાં અલકાયદા સમર્થિત ઉઇગર મુસ્લિમ આતંકવાદી સંગઠન ETIM પણ સામેલ છે,જે શિંજિયાંગ પ્રાંતની સ્વતંત્રતા માટે લડાઈ લડી રહ્યા છે.વાંગ યીએ થોડાક દિવસ પહેલા કહ્યું હતું કે, ગૃહયુદ્ધથી બચવું જોઇએ અને વાતચીતને ફરીથી શરૂ કરવી જોઇએ.વાંગ યીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેમણે રાષ્ટ્રીય એકતા માટે ઘણું કામ કર્યું છે.

તાલિબાનને આંતરરાષ્ટ્રીય દોસ્તોની જરૂર છે જે અફઘાન સરકારની વિરુદ્ધ યુદ્ધમાં તેની મદદ કરી શકે.જો કે તેના આતંકવાદી ઇતિહાસને જોતા આવું થતું જોવા નથી મળી રહ્યું.આ પહેલા તાલિબાને ચીનને દોસ્ત ગણાવીને તેને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો.તાલિબાને એ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના પુન:નિર્માણમાં ચીનના રોકાણ પર જલદીથી જલદી વાત કરવા ઇચ્છે છે. તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને ઉઇગર મુસ્લિમો પર ચીનનો સાથ આપતા કહ્યું કે, ચીન વિરોધી ઉઇગર આતંકવાદીઓને અમારા દેશમાં શરણ નહીં આપીએ

Share Now