દિલ્લી : રાકેશ અસ્થાનાની પોલીસ કમિશનર તરીકેની નિમણૂંક રદ કરવાનો પ્રસ્તાવ દિલ્હી વિધાનસભામાં પસાર

311

દિલ્લી વિધાનસભામાં પોલીસ કમિશનર પદેથી રાકેશ અસ્થાનાની નિમણૂક રદ કરવાનો પ્રસ્તાવ દિલ્લી વિધાનસભમાં પસાર કરાયો છે. AAPના ધારાસભ્ય સંજીવ ઝા દ્વારા દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવ્યા હતા.આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ, રાકેશ અસ્થાનાની કમિશ્નર પદે કરાયેલી નિમણૂંક રદ કરવાની માંગણી કરી છે, અને આ અંગેનો ઠરાવ પણ પસાર કરાયો છે.

ગુરૂવારે વિધાનસભાના કામકાજની યાદી અનુસાર, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝા દ્વારા હાઈકોર્ટના નિર્દેશોનો ભંગ કરીને દિલ્લીના પોલીસ કમિશ્નરપદે રાકેશ અસ્થાનાની નિમણૂક કરી હોવાની ચર્ચા કરવામાં આવી હતી.ચર્ચા પછી રાકેશ અસ્થાનાની પોલીસ કમિશ્નરપદે કરાયેલી નિમણૂંકને રદ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

દિલ્લી વિધાનસભામાં ટોક્યો ઓલિમ્પિકની વેટલિફ્ટીગ સ્પર્ધામાં ગત સપ્તાહે,રજત પદક જીતવા બદલ મીરાબાઈ ચાનુને અભિનંદન આપવામાં આવ્યા હતા.દિલ્લી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે,ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગૃહ તરફથી એથ્લેટ મીરાબાઈ ચાનુને અભિનંદન આપવામાં આવ્યા હતા.

એમણે કહ્યુ કે, વિધાનસભામાં ટોકયો ઓલિમ્પિકમાં રજત પદક જીતવા બદલ મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવવા સાથે જણાવ્યુ કે, અમને આશા છે કે, દેશના અન્ય ખેલાડી અને એથ્લેટ પણ ઓલિમ્પિકમાં પદક જીતીને દેશને ગૌરવ અપાવશે.આ ઉપરાંત આપના ધારાસભ્ય ભાવના ગૌડ એ, દિવગંત પર્યાવરણશાસ્ત્રી સુંદરલાલ બહુગુણાને ભારત રત્ન અપવાની માંગણી કરતો પ્રસ્તાવ પસાર કરાયો હતો.

હોબાળા સાથે શરૂ થયુ દિલ્લી વિધાનસભાનુ સત્ર

દિલ્લી વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રની શરૂઆત હોબાળાની સાથે શરૂ થઈ હતી.વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્માને આજના પૂરા દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સિવાય બે ધારાસભ્યોને માર્શલ દ્વારા વિધાનસભા ગૃહની બહાર નિકાળી દેવામાં આવી હતી.દિલ્લી વિધાનસભામાં પોલીસ કમિશ્નર પદ ઉપર રાકેશ અસ્થાનાની કરાયેલી નિમણૂંકને રદ કરવાનો પ્રસ્તાવ પસાર કરાયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝા દ્વારા વિધાનસભામાં ઠરાવ રજૂ કરાયો હતો.

Share Now