રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીના નામે લોકોને છેતર્યા : ભાજપના આ નેતાએ…

332

– રાજ કુંદ્રાએ ઓનલાઈન ગેમના નામે છેતરપિંડી કરી છે.ભાજપના નેતા રામ કદમે દાવો કર્યો છે કે શિલ્પા શેટ્ટીના ચહેરાનો ઉપયોગ કરીને લોકોને છેતરવામાં આવ્યા હતા.

રાજ કુંદ્રા પર હવે ઓનલાઇન રમતોમાં સામાન્ય લોકોને લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.ભાજપના પ્રવક્તા રામ કદમે આજે રાજ કુંદ્રાની કંપની દ્વારા ઠગાયેલા પીડિતો અંગે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આંતરરાષ્ટ્રીય પોર્ન ફિલ્મ રેકેટ મામલે જેલમાં બંધ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.રાજ કુંદ્રા પર હવે ઓનલાઈન ગેમ્સમાં અનેક ભોળા-ભલા લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે.

ભાજપના પ્રવક્તા રામ કદમે આજે મુંબઈમાં એક પત્રકાર પરિષદ યોજી હતી,જેમાં રાજ કુંદ્રાની કંપની દ્વારા છેતરપિંડી કરવાની વાત સામે આવી છે.રામ કદમે કહ્યું કે, ” રાજ કુંદ્રાની વિયાન ઇન્ડસ્ટ્રીના નામે એક કંપની છે જેમાં તે ડિરેક્ટર છે.વિઆનની એક GOD (ગેમ ઓફ ડોટ્સ) નામની ઓનલાઇન ગેમ છે. લોકોને કહેવામાં આવ્યું કે GOD એક ઓનલાઇન ગેમ છે; જે કાયદેસર છે. વિઆન કંપનીના લેટર હેડ પર કહેવામાં આવ્યું હતું કે, આ રમત સરકાર દ્વારા માન્ય કરાયેલી છે. જેમાં શિલ્પા શેટ્ટીની તસવીર વપરાઈ છે.શિલ્પા શેટ્ટીની તસવીરનો પ્રમોશન માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. શિલ્પાને આ રમતનો ચહેરો કહીને લોકોને આ ગેમ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ”

ભાજપના પ્રવક્તા રામ કદમે આરોપ લગાવ્યો કે, ” ગેમ ડિસ્ટ્રીબ્યુટરના નામે લોકોને છેતરવામાં આવ્યા હતા.કેટલાક સાથે 30 લાખ,કેટલાક સાથે 10 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.ડિસ્ટ્રીબ્યુટરની મૂળ નકલ પણ આપવામાં આવી ન હતી.આ રમતમાં ઇનામની રકમ આપવાનું કહેવામાં આવ્યું હતું.આખા દેશમાંથી લોકો ઠગાઇ ગયા હતા. ”

તેમણે આગળ જણાવ્યું કે, ” એક અનુમાન મુજબ વિઆન ઇન્ડસ્ટ્રીએ 2500 થી 3000 કરોડનું કૌભાંડ કર્યું છે.જ્યારે છેતરાયેલા લોકો રાજ કુંદ્રાની ઓફિસમાં ગયા, ત્યાં તેમને માર મારવામાં આવ્યો.કંપની દ્વારા પીડિતો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઓનલાઇન રમતોના ડિસ્ટ્રીબ્યુટર લીધા પછી,કહેવામાં આવ્યું હતું કે માસિક આવક આપવામાં આવે છે,પરંતુ લોકો સમજી ગયા કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ”

ભાજપના પ્રવક્તા રામ કદમે કહ્યું કે, ” આ ઓનલાઈન ગેમમાં માત્ર તે જ લોકો જીતતા હતા જે તેમની કંપનીના કર્મચારી હતા.માત્ર વિઆનના કર્મચારીઓ જ વિજયી થયા હતા.શું પોલીસે દબાણ હેઠળ રાજ કુંદ્રા પર કાર્યવાહી કરી નથી? મહારાષ્ટ્ર સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને પોલીસે તપાસ કરવી જોઈએ.રામ કદમે કહ્યું કે, તેઓ મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેને મળશે અને પીડિતો માટે ન્યાયની માંગ કરશે. ”

Share Now