
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ભાજપા ધારાસભ્યએ ગ્રામીણોના વિરોધનો સામનો કરવો પડ્યો.નાખુશ ગ્રામવાસીઓએ ધારાસભ્યને પાણીથી ભરેલા રસ્તા પર ચલાવ્યા.આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.ઘટના હાપુડ જિલ્લાના ઢોલપુર ગામની છે.આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા ધારાસભ્ય કમલ સિંહ મલિક હાલના દિવસોમાં ગામની પદયાત્રા કરવા નિકળ્યા છે. બુધવારે તે ઢોલપુર પહોંચ્યા તો તેમણે ગામના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.
નાખુશ ગ્રામજનોએ કહ્યું કે તમે ચૂંટણી પછી પહેલીવાર ગામ આવ્યા છો.ગામમાં પાણીભરાવાથી લઇ સાફ સફાઇની કોઇ વ્યવસ્થા નથી. રસ્તો બનાવવામાં આવ્યો પણ પાણી નિકાસીની કોઇ જગ્યા નથી,જેને લીધે પાણી ભરાયેલું રહે છે.ગામના લોકો આ પાણીમાં અવર જવર કરવા પર મજબૂર છે.જ્યારે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા તો સરપંચ નિશાના પતિ રવિન્દ્ર અમુક ગ્રામીણો સાથે ત્યાં ભેગા થઇ ગયા.પ્રધાનપતિએ ધારાસભ્યનો હાથ પકડ્યો અને પાણીની વચ્ચે લઇ ગયા. આ દરમિયાન ત્યાં મોજૂદ લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું.
ઘણીવાર વિભાગીય અધિકારીઓને આ બાબતે ફરિયાદ કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.ધારાસભ્ય જેવા ઢોલપુર પહોંચ્યા તો પ્રધાનપતિ ભાજપા MLAનો હાથ પકડી તેમને જળભરાવની વચ્ચે લઇ ગયા.પ્રધાનપતિ રવિન્દ્રનું કહેવું છે કે પૂર્વ સરપંચનો કાર્યકાળ ખતમ થઇ ગયો છે.ચાર વર્ષ પૂરા થયા પછી પણ ધારાસભ્ય દ્વારા તેમના ગામની કોઇ સુધ લેવામાં આવી નહીં.જેને લઇ ગ્રામજનોમાં રોષ છે.ધારાસભ્યના ગામ આવવા પર તેમને ગામની પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી.તો ધારાસભ્ય ડૉ. કમલ મલિકનું કહેવું છે કે આ સંબંધમાં ખંડ વિકાસ અધિકારીને તરત જ સમસ્યાનો ઉકેલ લાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.ગામના લોકોને કોઇ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.પૂર્વ સરપંચે ક્યારેય આ સંબંધમાં કોઇ ફરિયાદ કરી નથી,જેને લીધે જાણકારી મળી નહીં.નહીંતર પહેલાથી જ સમસ્યાનું સમાધાન કરવામાં આવી ગયું હોત.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગલિયારામાં ટિપ્પણીઓ આવવાની શરૂ થઇ ગઇ છે.યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીબીએ ભાજપા પર કટાક્ષ કરતા કહ્યું કે 2022માં ઉત્તર પ્રદેશમાં ભાજપાના ડૂબવાનો ટ્રેન્ડ સામે આવવા લાગ્યો છે.