સ્ટર્લિંગ બાયોટિક ગ્રુપના સાંડેસરા બંધુઓની વર્ષ 2017માં પરિવાર સાથે ભારતથી ભાગી ગયા હતા.તેઓ નાઈજીરિયા અને અલ્બાનિયા બંને દેશો વચ્ચે આવતા-જતા રહે છે અને બંને દેશોની નાગરિકતા લઇ ચુક્યા છે.
સોમવારે લોકસભામાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નને લઈને સ્ટર્લિંગ બાયોટિક ગ્રુપ ચર્ચામાં આવ્યું છે.એક લિખિત પ્રશ્નમાં AIMIMના હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરકારને એ વાતની પુષ્ટિ કરવા માટે કહ્યું કે જાન્યુઆરી 2018થી અત્યાર સુધી સાંડેસરાના નાઈજીરિયાના બિઝનેસ SEEPCO નાઈજીરિયાથી કેટલા તેલ શિપમેન્ટ,ગ્લેનકોર યુકેના માધ્યમ દ્વારા ફરીથી વેચવામાં આવ્યા હતા.સાથે જ એ પણ પૂછ્યું કે કેટલા શિપમેન્ટ ભારતીય અમલીકરણ એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યા.
સરકારી બેંકોમાં 15000 કરોડનો ગોટાળો કરીને ભાગ્યા
જણાવી દઈએ કે સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર નીતિન અને ચેતન સાંડેસરા સરકારી બેંકોમાં 15,000 કરોડ રૂપિયાની હેરાફેરી કરીને નાઈજીરિયા ભાગી ગયા હતા.કેટલાક વિદેશી મીડિયા અહેવાલોએ અનુમાન લગાવ્યું છે કે ભારતીય અદાલતો દ્વારા ‘ભાગેડું આર્થિક ગુનેગાર’ જાહેર થયા હોવા છતાં,તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બાકી હોવા છતાં સાંડેસરા,કેટલીક ભારતીય સરકારી તેલ કંપનીઓને યુકેમાં રજિસ્ટર્ડ ફર્મ દ્વારા તેલ સપ્લાય કરી રહયા છે.
શું જવાબ આપ્યો રાજ્ય નાણામંત્રીએ
ઓવૈસીના સવાલના જવાબમાં રાજ્ય નાણામંત્રીએ એક લેખિત જવાબમાં કહ્યું, ‘જાન્યુઆરી 2018થી અત્યાર સુધી ભારતીય અમલીકરણ એજન્સીઓ દ્વારા SEEPCO નાઈજીરિયાના કોઈ પણ તેલ શિપમેન્ટને જપ્ત નથી કરવામાં આવ્યા.’ જો કે મંત્રીએ એ ઉલ્લેખ નથી કર્યો કે શું ખરેખર ભારતીય સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓ સંદેસરાના મુખ્ય એકમો સાથે કામ કરી રહી છે કે એમના એમનો પ્રત્યક્ષ/પરોક્ષ રીતે સાંડેસરાની ફર્મ સાથે કોઈ સંબંધ છે. ચૌધરીએ કહ્યું કે જુદી-જુદી એજન્સીઓએ બંને સાંડેસરા બંધુઓની વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી દીધી છે.
કયા એક્શન લઇ ચુકાયા છે
સાંડેસરા ભાઈઓ પર લેવામાં આવેલા એક્શનને લઈને મંત્રીએ કહ્યું – ’22 જૂને એક આદેશમાં સેબીએ નિતિન અને ચેતન સાંડેસરાને પાંચ વર્ષ માટે સિક્યોરિટીઝ માર્કેટને ઍક્સેસ કરવાથી રોકી દીધા છે અને તેમને કોઈ પણ લિસ્ટેડ કંપની કે સેબી સાથે રજિસ્ટર્ડ કોઈ પણ મધ્યસ્થીમાં કોઈ પણ મેનેજમેન્ટ પોઝિશન રાખવાથી રોકી દીધા છે.’
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સાંડેસરા બંધુઓની 14,500 કરોડની સંપત્તિ પહેલાથી જ જોડી દીધી છે.આમાં અમેરિકા,બ્રિટન અને દુબઇમાં 9,700 કરોડ રૂપિયાથી વધુની ઓઇલ રિગ્સ,ખાનગી જેટ અને વૈભવી મિલકતોનો સમાવેશ થાય છે.કુલ એટેચમેન્ટ 14,500 કરોડ રૂપિયાથી વધુ છે.જો કે, એટેચમેન્ટના આદેશથી સાંડેસરા બંધુઓની આર્થિક સ્થિતિ પર કોઈ અસર થઈ નથી કારણ કે તેમના દ્વારા વૈશ્વિક ઓઈલ સપ્લાય ચેઈનનું સંચાલન ચાલુ છે.
નાઈજીરિયા અને અલ્બાનિયાની નાગરિકતા લઇ ચુક્યા છે સંદેસરા બંધુઓ
એજન્સીઓ દ્વારા મળેલી જાણકારી અનુસાર બંને ભાઈઓ નિતિન અને ચેતન સાંડેસરા 2017માં પરિવાર સાથે ભારતથી ભાગી ગયા હતા.તેઓ નાઈજીરિયા અને અલ્બાનિયા વચ્ચે આવતા-જતા રહે છે અને બંને દેશોની નાગરિકતા લઇ ચુક્યા છે.માહિતી અનુસાર,નાઈજિરીયાએ પૂર્વમાં આ આરોપીઓના પ્રત્યાર્પણ માટે ભારતની વિનંતી પર વિચાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો.