વડાપ્રધાન મોદીએ દ્વારા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ રાખવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી આ જાણકારી આપી.મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર તરીકે ઓળખાય છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મેજર ધ્યાનચંદના નામ પર ખેલરત્ન એવોર્ડ રાખવા માટે દેશના અનેક નાગરિકો દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.હું એમના વિચારો રજૂ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કરુ છું અને એમની ભાવનાઓનું સન્માન કરતાં,ખેલ રત્ન પુરસ્કારને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કહેવામાં આવશે.’
ખેલ રત્ન એવોર્ડની સ્થાપના 1991-1992માં કરવામાં આવી હતી. એ એવોર્ડના પ્રથમ વિજેતા ચેસના દિગ્ગજ વિશ્વનાથન આનંદ હતા. અન્ય વિજેતાઓમાં 2020 માં લિએન્ડર પેસ,સચિન તેંડુલકર,ધનરાજ પિલ્લે,પુલેલા ગોપીચંદ,અભિનવ બિન્દ્રા,અંજુ બોબી જ્યોર્જ,મેરી કોમ અને રાની રામપાલ હતા.
ધ વિઝાર્ડ તરીકે જાણીતા,મેજર ધ્યાનચંદ,ફિલ્ડ હોકી ખેલાડી 1926 થી 1949 દરમિયાન આંતરરાષ્ટ્રીય હોકી રમ્યા,તેમની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કર્યા.અલાહાબાદમાં જન્મેલા ધ્યાનચંદ 1928, 1932 અને 1936 માં ગોલ્ડ મેડલ જીતનાર ઓલિમ્પિક ટીમનો ભાગ હતા.