આજકાલ એક પરીક્ષાનું પેપર સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયું છે જે પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન પુછાયો છે કે, ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? તેના જવાબમાં પરીક્ષા આપનાર બાળકે જવાબમાં લખ્યું કે બાહુબલી.
જોકે, શિક્ષકે આ જવાબ માટે બાળકને પુરા માર્ક્સ પણ આપ્યા છે ત્યારે સવાલ એ થાય કે જવાબમાં બાહુબલી લખવા માટે શિક્ષકે પુરા માર્ક્સ કેમ આપ્યા ? શિક્ષક ખોટા જવાબ માટે માર્ક્સ કેવી રીતે આપી શકે ? કારણ કે ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ હતા.પરંતુ વિદ્યાર્થીએ ખુબજ હોશિયારી પૂર્વક જવાબ આપ્યો છે તે ધ્યાન થી વિચારશો તો સાચો પણ છે.
આ ફોટો સોશિયલ મીડિયામાં IPS અધિકારી રૂપિન શર્માએ શેયર કર્યો છે.તેમજ લખ્યું છે કે, એક બોલીવુડ ચાહકનો અભિપ્રાય.વાયરલ થતા આ પ્રશ્ન પેપરમાં તમે જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન લખવામાં આવ્યો છે,ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? જવાબમાં લખ્યું છે – બાહુબલી. તેની નીચે લખ્યું છે કે, બહુ એટલે Arm, બલી એટલે Strong. આ વાંચીને હવે તમને મગજ માં બત્તી ઝબકી હશે કે બાળકે જવાબ માં બાહુબલી કેમ લખ્યુ ? અને શિક્ષકે તેને સંપૂર્ણ માર્ક્સ કેમ આપ્યા.
કારણકે અર્મ સ્ટ્રોંગનું બહુબલી અર્થ કાઢ્યો હોવાનું જણાય આવે છે.