પોર્નોગ્રાફી કેસમાં સ્ટેટમેન્ટ નોંધાવવા પ્રોપર્ટી સેલની ઓફિસે પહોંચી શર્લિન ચોપડા

207

– પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી શર્લિન ચોપડાને મુંબઇ ક્રાઇમબ્રાંચે આજે પૂછપરછ માટે બોલાવી હતી

મુંબઇ : પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી શર્લિન ચોપડાને મુંબઇ ક્રાઇમબ્રાંચે આજે પૂછપરછ માટે બોલાવી હતી.શર્લિન નિવેદન નોંધાવવા માટે પ્રોપર્ટી સેલ ઓફિસ પહોંચી છે.ક્રાઇમ બ્રાંચ શર્લિનથી જાણવા માંગે છે કે શું તેને પોર્ન ફિલ્મ્સ માટે એપ્રોચ કરાઇ હતી અને રાજ કુંદ્રાનો શું રોલ છે?

પોર્નોગ્રાફી કેસમાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી છે.અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.પોલીસે તેની ૧૯ જુલાઇના રોજ બે કલાક પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મ્સ બનાવવા અને તેને ઓટીટી પર રીલિઝ કરવાનો આરોપ છે.

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા માટે મુશ્કેલી વધી શકે છે. આ કેસમાં રાજ કુંદ્રાની કંપની વિયાનના ચાર એમ્પ્લોય સાક્ષી બન્યા છે.ક્રાઇમ બ્રાંચાના સૂત્રો અનુસાર, મજિસ્ટ્રેટ સમક્ષ તેમના નિવેદન લેવાયા છે.કોર્ટમાં મજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન મહત્વના પૂરાવા છે.ચાર સાક્ષીમાં એકાઉન્ટન્ટ,ફાઇનેન્સ ઓફિસર અને બે ટેક્નિકલ ટીમના સભ્ય છે.ચારેય કર્મચારીઓએ રાજ કુંદ્રાની કંપનીના કામકાજની માહિતી આપી છે.આ કેસમાં ક્રાઇમ બ્રાંચ વધુ સાક્ષીઓની શોધમાં છે.

Share Now