મુંબઈના પોલીસકર્મીનો “આયા હૈ રાજા” ગોવિંદા સ્ટાઇલમાં ડાન્સ કરતો વિડિઓ થયો વાઇરલ

253

મુંબઈ : મુંબઈ પોલીસ સોશિયલ મીડિયા અવારનવાર સક્રિય રહે છે અને ઘણી વખત જાગૃતિ પોસ્ટ્સ પણ શેર કરતા રહે છે.તાજેતરમાં જ મુંબઈ પોલીસ કોન્સ્ટેબલનો 1 વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે,જેમાં ખુદ પોલીસ કોન્સ્ટેબલ શાનદાર ડાન્સ કરતાં નજરે પડે છે.

આ પોલીસ કોન્સ્ટેબલનો ડાન્સ વિડીઓ જોઈને તમે અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગોવિંદાનો ડાન્સ પણ ભૂલી જશો.પોલીસનો આ ડાન્સ વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો અને આ વિડીઓમાં ઘણા લોકોએ પોતાના મંતવ્ય પણ જણાવ્યા છે.જાણવા મળ્યું છે કે,ડાન્સ કરતા પોલીસ કોન્સ્ટેબલનું નામ અમોલ કાંબલે છે, જેણે 30 જુલાઈએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ડાન્સ વીડિયો વાયરલ કર્યો હતો.વીડિયોમાં અમોલ કાંબલે ફિલ્મ અપ્પુ રાજાના ગીત આયા હૈ રાજા પર ડાન્સ કરતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું ગીત અભિનેતા કમલ હાસન પર ચિત્રિત કરવામાં આવ્યું હતું. વીડિયોમાં અમોલ કાંબલે પોલીસનો યુનિફોર્મ પહેરેલા છોકરા સાથે જોરદાર ડાન્સ કરતો નજરે પડે છે. આ સાથે સાથે તેણે ગોગલ્સ પણ પેહર્યા છે અને અલગ જ સ્વેગ દેખાઈ આવે છે.

અમોલ હાલમાં નાયગાવ પોલીસહેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ છે:

પોલીસ કોન્સ્ટેબલ અમોલ કાંબલે ડાન્સના શોખીન છે.અને ડાન્સિંગ કલાને કારણે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. અત્યારે અમોલનું પોસ્ટિંગ નાયગાવ પોલીસ હેડક્વાર્ટરમાં છે.પોતાની ફરજ પૂરી કર્યા પછી,અમોલ કાંબલે તેના ફ્રી સમયમાં ડાન્સ વીડિયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે.હાલ અમોલ કાંબલ 38 વર્ષના છે અને મુંબઈના માહિમ વિસ્તારમાં રહે છે.કાંબલે જણાવ્યું કે વર્ષ 2004 માં તેમને મુંબઈ પોલીસમાં પડવી આપવામાં આવી,પણ અમોલ કાંબલ નાના હતા ત્યાર થી જ ડાન્સના શોખીન હતા

Share Now