– કોંગ્રેસે તાલિબાનોના અત્યાચારમાંથી ભારતીયોને ઉગારવા કરેલો આગ્રહ
નવીદિલ્હી, 09 ઓગસ્ટ : અફઘાનિસ્તાનમાં હિંદુ અને શીખ પરિવારો પર થઇ રહેલા અત્યાચારના મુદ્દે કોંગ્રેસે સરકારને દરમિયાન થવાની માગણી કરી છે.કોંગ્રેસી નેતા જયવીર શેરગિલે વિદેશમંત્રી એસ. જયશંકરને પત્ર લખીને હિંદુ અને શીખ સમુદાયના લોકોને હિંસાચારમાં ફસાયેલા અફઘાન રાષ્ટ્રમાંથી બહાર આણી દેવાની વિનંતી કરી છે.
જયવીર શેરગિલે આ પત્ર ટિવટર પર પણ શેર કર્યો છે.એમણે વિદેશમંત્રીને લખ્યું છે કે હું શીખ સમુદાય સાથે સંકળાયેલા એક જવાબદાર નાગરિકની હેસિયતથી આ પત્ર વિદેશમંત્રીને લખી રહ્યો છું.મારા સમુદાય માટેના મારાં પ્યારે મને એમના પ્રશ્નો વિષે લખવા માટે મજબૂર કર્યો છે.અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સૈનિકોની વાપસી પછી તાલિબાનો ખૂંખાર બનતા જઇ રહ્યા છે. અને ત્યાં ચોતરફ હિંસાનો માહોલ છે.