શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કરવા મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.શિવસેના સાંસદ સંજય રાઉતે સામનામાં લખ્યું હતું કે,’ઈન્દિરા ગાંધીની આતંકીઓ દ્વારા હત્યા કરવામા આવી.રાજીવ ગાંધીએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો. લોકતંત્રમાં જુદી-જુદી વિચારધારા હોઈ શકે છે.પરંતુ જે લોકોએ દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું તેમને રાજકીય મજાકનો વિષય ના બનાવી શકાય.
– ભાજપવાળા સવાલ કરે છે રાજીવ ગાંધી હોકી રમ્યા હતા: સામના
– અમારો સવાલ મોદી-જેટલીએ ક્રિકેટમાં કઈ સિદ્ધીઆે મેળવી: સામના
– ખેલરત્નનું નામ બદલવા મુદ્દે શિવસેનાના કેન્દ્ર પર પ્રહાર
– લોકોની માંગ નહીં, નામ બદલવું એ રાજકીય રમત હતી: સામના
– મોટા એવોર્ડ થકી મેજર ધ્યાનચંદને સન્માન આપી શકાત: સામના
ખેલરત્નનું નામ બદલવા મુદ્દે શિવસેનાના કેન્દ્ર પર પ્રહાર
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કરવો એ લોકોની માંગ નહોતી પરંતુ રાજકીય રમત હતી.કેન્દ્ર સરકાર ખેલરત્ન એવોર્ડથી મોટા એવોર્ડની જાહેરાત મેજર ધ્યાનચંદના નામ સાથે કરી શકતી હતી.આવી સ્થિતિમાં મોદી સરકારની પ્રશંસા પણ થાત.નામ બદલવાનો વિરોધ કરવા પર ભાજપના રાજકીય ખેલાડીઓ સવાલ કરશે શું રાજીવ ગાંધીએ હાથમાં ક્યારેય હોકી સ્ટિક પકડી હતી? તેમનો સવાલ વ્યાજબી પણ છે.
ભાજપના રાજકીય ખેલાડીઓ સવાલ કરશે શું રાજીવ ગાંધીએ હાથમાં ક્યારેય હોકી સ્ટિક પકડી હતી પરંતુ સવાલ એ પણ છે કે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી કરાયું, શું તેમણે ક્રિકેટમાં કોઈ સિદ્ધી મેળવી છે? દિલ્હીમાં પણ સ્ટેડિયમનું નામ અરુણ જેટલીના નામે કરવામા આવ્યું…આ સવાલ ત્યાં પણ થાય છે.’