શું પાકિસ્તાનમાં 8 વર્ષના બાળકને ફાંસીની સજા થશે? ઈશનિંદાનો કાયદો લાગુ પડાયો, બની આ ચોંકાવનારી ઘટના

343

– પાકિસ્તાનમાં 8 વર્ષના છોકરાની સામે ઈશનિંદાનો કાયદા લાગુ પડાયો
– બાળકે મદરેસાની લાઈબ્રેરીમાં પેશાબ કર્યો હોવાનો આરોપ
– આરોપ સાબિત થાય તો મોતની સજા પણ થઈ શકે
– કટ્ટરપંથીઓએ મોટાપાયે બબાલ શરુ કરી,બાળકને મોતની સજા કરવાની માગ

પાકિસ્તાનમાં આ મુદ્દે ખૂબ બબાલ મચી છે.ઈતિહાસમાં પહેલી વાર આટલી નાની ઉંમરના બાળકની સામે ઈશનિંદાનો કાયદો લાગુ પડાયો છે. જો આ બાળક સામેના આરોપ સાબિત થાય તો મોતની સજા પણ થઈ શકે છે.આરોપ છે કે આ બાળકે મદરેસાની લાઈબ્રેરીમાં પેશાબ કર્યો હતો.રહીમયાર ખાન જિલ્લાનો ભોંગ ક્ષેત્રમાં આવેલી મદરેસાની લાઈબ્રેરીમાં પેશાબની ઘટના બની.

માનસિક સ્થિતિ સારી ન હોવાનું લાગતા છોકરાને છોડી મૂકવામાં આવ્યો હોવાનો કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે, બાળકને છોડી મૂકવાના સમાચાર વહેતા થયા બાદ કટ્ટરપંથીઓએ મોટાપાયે વિરોધ કરવાનું શરુ કર્યું હતું.ઘણા કટ્ટરપંથીઓેએ મંદિરમાં ઘુસીને મોટાપાયે તોડફોડ મચાવી હતી.કટ્ટરપંથીઓનું કહેવું છે કે આ બાળકે ઈશનિંદા કરી છે તેથી તેને મોતની સજા થવી જોઈએ.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાને આ ઘટનાની ટીકા કરી છે.તેમણે ટ્વિટર પર પ્રાંતના પોલીસ ચીફને આદેશ આપ્યો છે કે જે અધિકારીઓની લાપરવાહીને કારણે આ એટેક થયો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

Share Now