
– ટીના ડાબી અને અતહરની શાદીને લઈ હિંદુ મહાસભાએ વિરોધ નોંધાવ્યો હતો અને તેને લવ જિહાદનું ષડયંત્ર ગણાવ્યું હતું
નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ : સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) પરીક્ષા 2015ની ટોપર આઈએએસ ટીના ડાબી અને તેના આઈએએસ પતિ અતહર ખાનને જયપુર ફેમિલી કોર્ટે તલાક આપી દીધા છે.બંનેએ ગત વર્ષે નવેમ્બર 2020 દરમિયાન આંતરિક સહમતિ સાથે તલાક માટે અરજી કરી હતી.
બંનેએ 2018ના વર્ષમાં એક હાઈપ્રોફાઈલ લગ્ન કર્યા હતા જેમાં અનેક વરિષ્ઠ રાજનેતા,નૌકરશાહ અને અન્ય ફેમસ લોકો સામેલ થયા હતા.કાશ્મીરના રહેવાસી અતહર ખાને 2015માં યુપીએસસી સિવિલ પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું હતું. તે જ વર્ષે ટીના ડાબીએ સિવિલ સેવા પરીક્ષામાં ટોપ કર્યું હતું.ટીના અને અતહરની જોડી ટ્રેઈનિંગ દરમિયાન એકબીજાની નજીક આવી હતી તેવું માનવામાં આવે છે.બંને રાજસ્થાન કેડરના અધિકારી છે અને હાલ જયપુરમાં તૈનાત છે.
ટીના ડાબી અને અતહરની શાદીને લઈ હિંદુ મહાસભાએ વિરોધ નોંધાવ્યો હતો અને તેને લવ જિહાદનું ષડયંત્ર ગણાવ્યું હતું.અતહર અનંતનાગનો રહેવાસી છે અને ટીના દિલ્હીની રહેવાસી છે.બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.જોકે પોતાના સંબંધોમાં આવેલા ઉતાર-ચઢાવનો તેમણે કોઈ જ ઉલ્લેખ નહોતો કર્યો.