સારો એવો પગાર હોવા છતાં ઘણાં ગ્રાહકોને બેંક લોન આપવાની ના પાડી દે છે.કારણ પૂછવા પર બેંક કહે છે કે તમારો CIBIL સ્કોર સારો નથી કે પછી નેગેટિવ છે.ક્રેડિટ કાર્ડ આપતા પહેલા પણ બેંક ગ્રાહકોના સિબિલ સ્કોરને જુએ છે.ડિજિટલ લેવડ-દેવડની આ દુનિયામાં દરેક પ્રકારની સુવિધાઓ હવે ઓનલાઇન ઉપલબ્ધ છે.તમે બેંક સાથે જે પ્રકારની લેવડ-દેવડ કરો છો, તે બધું લોન લેતા સમયે જોવામાં આવે છે.મોટેભાગે બેંક ગ્રાહકોને ક્રેડિટ સ્કોરના આધારે જ લોન ઓફર કરે છે.જો તમારો CIBIL સ્કોર સારો હશે તો બેંક તમને લોન આપવામાં ખચકાશે નહીં.
જ્યારે તમે બેંકમાં લોન માટે અપ્લાઇ કરો છો તો બેંક તમારી ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે.તમે પહેલા લોન લીધી છે કે નહીં. જો લોન લીધી હતી તો તેની ચૂકવણી સમય પર કરી હતી કે નહીં.બેંકને CIBIL(સિબિલ) સ્કોર દ્વારા જાણ થાય છે કે તમે ભૂતકાળમાં કોઇ ભૂલ કરી છે. ત્યારે જ લોન આપવાની બેંક ના પાડે છે.
CIBIL સ્કોર ખરાબ થવાનું કારણ
મોટેભાગે લોકો લોન લીધા પછી યોગ્ય સમયે તેની ચૂકવણી કરતા નથી.મોડેથી EMI ભરવી,ક્રેડિટ કાર્ડની ચૂકવણી યોગ્ય સમયે ન કરવી.આને લીધે CIBIL સ્કોર પર પ્રતિકૂળ અસર પડે છે.આ ઉપરાંત લોનના વિષયમાં વધારે પૂછપરછ કરવાથી પણ CIBIL સ્કોર પર નકારાત્મક અસર પડે છે.કારણ કે તમે જેટલા બેંક સાથે સંપર્ક કરશો દરેક બેંક સિબિલ સ્કોર ચેક કરશે.સતત સિબિલ ચેક થવા પર તેના પર નેગેટિવ અસર પડે છે.જેટલો સારો તમારો ક્રેડિટ સ્કોર હશે,બેંકો તરફથી તમને લોન મળવાની સંભાવના એટલી જ વધારે રહેશે.માટે કોશિશ રહેવી જોઇએ કે સિબિલ સ્કોર 750થી નીચે ન જાય.આ ઉપરાંત સિબિલ સ્કોર સારો રાખવા પર ઓછા વ્યાજે લોન પણ મળી જાય છે.
CIBIL સ્કોર કઇ રીતે સુધારે
એક લાઇનમાં કહીએ તો કોઇપણ પ્રકારના લોનની ચૂકવણી સમયસર કરો.હોમ લોન,ઓટો લોન,પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં તાલમેલ બનાવી રાખો.કોઇપણ એક રીતે ક્રેડિટ પર વધારે નિર્ભરતાથી તમારો સ્કોર ખરાબ થઇ શકે છે.
ક્યાં શોધશો
તમારો ક્રેડિટ સ્કોર કેટલો છે એ તમે સરળતાથી જાણી શકો છો.જેમાં તમે ભારતીય સ્ટેટ બેંકની મદદ લઇ શકો છો. જેના માટે તમારે https://homeloans.sbi/getcibil પર જવાનું રહેશે. અહીં અંગત માહિતી ભરો.પાન નંબર કે પછી કોઇપણ ઓળખપત્રની ડિટેલ અહીં આપવાની રહેશે.મોબાઇલ નંબર અને ઇમેલ આઈડી પણ તમારે એન્ટર કરવાના રહેશે. જેવી તમે આ માહિતી ભરી દેશો,તો તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે.જેના પર એન્ટર કર્યા પછી તમારી સામે તમારો ક્રેડિટ સ્કોર દેખાઇ જશે.ક્રેડિટ સ્કોર કે સિબિલ સ્કોર 3 અંકોનો નંબર હોય છે.જે 300 થી 900ની વચ્ચે હોઇ શકે છે.જો સિબિલ સ્કોર 900ની નજીક હોય છે તો તેને સારો માનવામાં આવે છે.તે જેટલો વધારે હશે એટલો સારો રહેશે.જેના આધારે બેંક નક્કી કરે છે કે ગ્રાહકને કેટલી લોન આપવી જોઇએ.લગભગ 79 ટકા લોન 750થી વધારે સિબિલ સ્કોર જોઇને આપવામાં આવે છે.
જો કોઇ ગ્રાહકનો 300થી 550ની વચ્ચે સિબિલ સ્કોર છે તો તેને પુઅર માનવામાં આવે છે.બેંક આવા ગ્રાહકોને લોન આપવાની ના પાડી દે છે.જો સિબિલ સ્કોર 550 થી 650ની વચ્ચે હોય તો તેને સરેરાશ માનવામાં આવે છે.એવામાં બેંક વધારે વ્યાજ દર કે પછી લોન આપાવની ના પણ પાડી શકે છે.જો 650 થી 750ની વચ્ચે છે તો તેને સારું માનવામાં આવે છે અને બેંક લોનને કંસીડર કરી લેશે.જો ગ્રાહકનો સિબિલ સ્કોર 750-900ની વચ્ચે છે તો પછી બેંક મોડું કર્યા વિના સૌથી ઓછા વ્યાજ દરે લોન ઓફર કરી દેશે.