અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાની રાજ આવી ગયું છે.તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનના લોકોમાં ખોફ છે અને લોકો દેશ છોડી રહ્યા છે.આ દરમિયાન અફઘાનિસ્તાનની એક સાંસદ પોતાની માતાની સારવાર માટે દિલ્હી આવી હતી.તે ગુરુગ્રામમાં તેની માતાની સારવાર કરાવી રહી હતી અને આ દરમિયાન અફઘાનિસ્તાનમાં સત્તાપલટો થઈ ગયો.સોમવારના તેમને કાબુલથી મેસેજ આવ્યો.મેસેજ તેમના ભાઈનો હતો. મેસેજમાં લખ્યું હતું કે ‘તાલિબાન અહીં આવી ચૂક્યું છે. તે પાડોશમાં છે.’
આ સાંસદ ગુરુગ્રામની ખાનગી હૉસ્પિટલમાં પોતાની માતાના બ્લડ ક્લોટની સારવાર કરાવવા 2 અઠવાડિયા પહેલા ભારત આવી છે.તેમણે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે આટલી જલદી આમ થઈ જશે.મહિલા સાંસદના પરિવારમાં એક દીકરી છે અને 19 વર્ષનો દીકરો છે. આ મહિલા સાંસદ કહે છે કે, ‘છેલ્લા 2 દિવસથી સતત રડી રહી છું.દરેક ક્ષણ ઘણી જ મુશ્કેલીથી પસાર થઈ છે.’ 39 વર્ષની આ મહિલા ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના એક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
હોટલથી ચેકઆઉટ કરીને દિલ્હીના લાજપત નગર નીકળતા તેમણે કહ્યું કે, ‘હું નથી જાણતી કે અહીં કેટલા દિવસ રોકાવું પડશે. મારો પરિવાર સંકટમાં છે.હું ત્યાંના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતી, પરંતુ તેમણે મને જણાવ્યું નહીં કે કંઈ થવાનું છે.હું ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્રથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશ.અન્ય અફઘાન સાંસદ પણ આવી ચૂક્યા છે.’ તેમણે કહ્યું કે, તે તેની મા અને નાની બહેન સાથે ત્યાં રહેશે. ઓછામાં ઓછ એવા લોકો વચ્ચે તો રહેવાશે જેમને તે ઓળખે છે.
મહિલા સાંસદે કહ્યું કે, ‘લોકો મને સતત ફોન કરી રહ્યા છે.કેટલાક મારો પ્રચાર કરનારા છે, સાથી છે જે મદદ માંગી રહ્યા છે અને કેટલાક મને સલાહ આપી રહ્યા છે કે હું પાછી ના આવું.મને મારા પાડોશીઓનો ફોન આવ્યો કે પાછા ના ફરતા.’ 29 વર્ષની તેમમની બહેન એક ગાયનકોલોજીસ્ટ છે.તેમણે કહ્યું કે, અનેક ગ્રુપ્સ પર એક ક્લિક વાયરલ થઈ રહી છે જેમાં તાલિબાન ડૉક્ટર્સને પાછા હટવા અને સેલરી વગર કામ કરવા કરી રહ્યા છે.