– પરિવાર અને સમાજને ન્યાય મળે માટે ડાંગ ભાજપના આગેવાનો અને પીડિત પરિવારના સભ્યો નવસારી જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવા આવ્યા
સાપુતારા : નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પોલીસ અધિકારીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે ત્યારે તેમની વહેલી તકે ધરપકડ કરી પરિવાર અને સમાજને ન્યાય મળે માટે ડાંગ ભાજપના આગેવાનો અને પીડિત પરિવારના સભ્યો નવસારી જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવા આવ્યા હતા.ચિખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી,ઘટના બનતા કસૂરવાર પોલીસ કર્મીઓ ને સૌપ્રથમ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા,ત્યારબાદ દબાણ વધતા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીને FIR માં ફેરવવામાં આવી હતી.આ કેસમાં FIR ના આટલા દિવસ સુધી આરોપી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ હજુ પોલીસની પકડથી દૂર રહેવા પામ્યા છે જેને લઇને આજે તારીખ 16 ઓગષ્ટ ના રોજ ફરીવાર ડાંગના ધારાસભ્ય વિજય પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિત અશોકભાઈ ધોરાજીયા અને ગામના અન્ય ભાજપના હોદ્દેદારો સહિત પરિવારના સભ્યો મળીને જિલ્લા હેડક્વોર્ટર કચેરી ખાતે પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયને મળવા આવ્યા હતા અને સમગ્ર કેસમાં વહેલી તકે આરોપીઓને ઝડપી લેવામાં આવે અને આદિવાસી સમાજને ન્યાય મળે તેવી રજુઆત કરી હતી.