સુરત T.M PATEL સ્કૂલ વિરુદ્ધ રોષે ભરાયેલા વાલીઓ DEO કચેરી પહોંચ્યાં

250

સુરત : વેસુ વિસ્તારમાં આવેલી ટી.એમ. પટેલ સ્કૂલની અંદર વાલીઓ પાસે વિદ્યાર્થીઓની શિક્ષણ ફી સિવાયની અન્ય પ્રવૃત્તિઓ માટેની ફી પણ વસુલવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.શાળા દ્વારા વાલીઓ પાસેથી એક્ટિવિટી,સ્ટેશનરી ફી,એન્યુઅલ ફી વગેરે ફીની માગણી કરવામાં આવી રહી છે.ટી.એમ.પટેલ શાળાના સંચાલકો કોરોના સંક્રમણ કાળ દરમ્યાન કોઈપણ પ્રકારની એક્ટિવિટી ન કરી હોવા છતાં પણ ફી માંગી રહી છે.વાલીઓએ અત્યાર સુધીની તમામ ફી ભરી દીધી હોવા છતાં પણ વધારાની ફી જે માંગવામાં આવી છે.તે ન ચુકવતા બાળકોનું ઓનલાઈન શોષણ બંધ કરી દેવામાં આવ્યું છે.

શાળા સંચાલકોની મનમાનીના વિરોધમાં વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી ખાતે મોટી સંખ્યામાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. શાળા સંચાલકોને કોરોના સંક્રમણ કાળ દરમિયાન કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન કરી હોવા છતાં પણ ફી વસૂલવામાં આવી રહી છે.છતાં જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી પણ કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી તેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

પૂર્વી અટાલીયા નામના વાલીએ જણાવ્યું કે, અમે અમારા બાળકો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ પહોંચ્યા છીએ.અમારા બાળકોનો ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા માટે અમે માંગ કરી રહ્યા છીએ.ચાર વર્ષથી અમે તમામ પ્રકારની ફી ભરી દીધી હોવા છતાં,પણ અત્યારે એક્ટિવિટીના નામે ફી લેવામાં આવી રહી છે.જેનો અમે વિરોધ કર્યો અને તેના કારણે શાળાના સંચાલકોએ અમારા બાળકોનો ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે.અમારી સાથે અન્યાય થતો હોય એવું અમને લાગી રહ્યું છે.

Share Now