કોસંબાના પીપોદરા તથા નવાપરા GIDCમાંથી 622 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો

217

બારડોલી : સુરત જિલ્લા એસઓજીની ટીમે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપોદરા જી.આઈ.ડી.સી. તથા નવાપરા જી.આઈ.ડી.સી. માંથી 622 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની કિંમત રૂ. 62.26 લાખ હોવાનું પોલીસે જણાવ્યું હતું.અને 5 ની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે

સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપોદરા જી.આઈ.ડી.સી. તથા નવાપરા જી.આઈ.ડી.સી.માંથી મોટા પ્રમાણમાં ગાંજા સાથે ટુનતા કબીરરાજ સ્વાઈ રહે સાનિધ્ય ટાઉનશીપ પાલોદ તા. માંગરોળ મૂળ રહે ઓડીસા, દિપક ત્રિનાથ પુષ્ટિ, સતિષસિંઘ ઉર્ફે શિવા રામબીરસિંગ અને સુરેન્દ્ર ઉર્ફે વિજય કિશન દેવ પ્રસાદ અને નવઘણ ઉર્ફે નવીન પ્રધાનની ધરપકડ કરી હતી.જ્યારે રાજેન્દ્ર ઉર્ફે રાજુ બીપ્રા, ભગવાન પ્રધાન, શંકર રાઉત અને સાગર પ્રધાન ને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે તેમની પાસેથી 622.620 કિલો ગાંજો કિંમત રૂ. 62 લાખ 26 હજાર 200, મોબાઈલ પાંચ નંગ 21 હજાર, રોકડા રૂ. 5170, બે મોટર સાયકલ કિંમત રૂ. 45 હજાર મળી કુલ 62 લાખ 97 હજાર 370 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Share Now