તાલિબાન મામલે મુનવ્વર રાણાનું વિવાદાસ્પદ નિવેદન, બોલ્યા- એનાથી વધારે ક્રૂરતા તો આપણા ત્યાં છે

250

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજની શરૂઆત થઈ ગઈ છે અને તેને લઈને ભારતમાં પણ કેટલાક લોકોનો બફાટ શરૂ છે.જાણીતા શાયર મુનવ્વર રાણાએ તાલિબાનને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.મુનવ્વર રાણાનું કહેવું છે કે જેટલી ક્રૂરતા અફઘાનિસ્તાનમાં છે, તેનાથી વધારે ક્રૂરતા તો આપણા ત્યાં છે.પહેલા રામરાજ હતું, પરંતુ હવે કામરાજ છે, જો રામથી કામ છે તો ઠીક બાકી કંઈ નહીં.

મુનવ્વર રાણાએ કહ્યું કે, હિન્દુસ્તાનને તાલિબાનથી ડરવાની જરૂર નથી, કેમકે અફઘાનિસ્તાનથી જે હજારો વર્ષ સાથે છે તેણે ક્યારેય હિન્દુસ્તાનને નુકસાન નથી પહોંચાડ્યું.જ્યારે મુલ્લા ઉંમરની સત્તા હતી ત્યારે પણ તેણે કોઈ હિન્દુસ્તાનીને નુકસાન નથી પહોંચાડ્યું, કેમકે તેના બાપ-દાદા હિન્દુસ્તાનથી જ કમાઈને લઈ ગયા હતા.મુનવ્વર રાણા બોલ્યા કે જેટલી AK-47 તેમની પાસે નહીં હોય એટલી તો હિન્દુસ્તાનમાં માફિયાઓ પાસે છે.તાલિબાની તો હથિયાર છીનવીને અને માંગીને લાવે છે,પરંતુ આપણે ત્યાં માફિયાઓ તો ખરીદે છે.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દેવબંદમાં એટીએસ સેન્ટર ખોલવા પર મુનવ્વર રાણાએ કહ્યું કે, જ્યાં સુધી આ સરકાર છે, કંઈપણ કરી શકે છે, પરંતુ વાતાવરણ હંમેશા એક જેવું જ રહે છે.ધર્માંતરણ જેવા મુદ્દાઓથી દેશ બરબાદ થાય છે,પરંતુ અમે ઇચ્છીએ છીએ કે આપણો દેશ પહેલા જેવો હતો, તેવો થઈ જાય.મુનવ્વર રાણાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પણ થોડા-ઘણાં તાલિબાની છે, અહીં ફક્ત મુસલમાન જ નહીં, પરંતુ હિંદુ તાલિબાની પણ છે.આતંકવાદી શું મુસલમાન જ હોય છે? હિંદુ પણ હોય છે. મહાત્મા ગાંધી સીધા હતા અને નાથૂરામ ગોડસે તાલિબાની હતા.યુપીમાં પણ તાલિબાન જેવું કામ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મુનવ્વર રાણા આ પહેલા પણ અનેક વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે.હાલમાં જ સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કે પણ તાલિબાનનું સમર્થન કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.તેમણે તાલિબાનીઓની તુલના ભારતના સ્વતંત્રતા સેનાનીઓ સાથે કરી હતી ત્યારબાદ તેમના પર કેસ નોંધાયો હતો.

Share Now