બે દિવસમાં જ સામે આવી ગયો તાલિબાનનો અસલી ચહેરો, મહિલા એન્કર સાથે કર્યું આવું વર્તન

293

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ દુનિયાની સામે પોતાની છબી બનાવામાં લાગેલા તાલિબાની હવે પોતાના અસલી રંગમાં આવવાનું શરૂ થઇ ગયું છે.અફઘાનિસ્તાનમાં મહિલાઓને સમાન અધિકાર આપવાનું વચન આપનાર તાલિબાનીઓએ સરકારી ટીવી ચેનલની એન્કર ખાદિજા અમીનને સસ્પેન્ડ કરી દીધા છે.તેમની જગ્યાએ હવે એક પુરુષ તાલિબાની એન્કરને બેસાડી દીધા છે. તો એક બીજી મહિલા એન્જર શબનમ દાવરાને કહ્યું કે હિજાબ પહેર્યા બાદ અને આઇડી કાર્ય લાવ્યા બાદ પણ ઓફિસમાં ઘૂસવા દીધા નથી.

શબનમે કહ્યું કે હવે તાલિબાન રાજ આવી ગયું છે અને તેને ઘરે જવું પડશે. તાલિબાન રાજ આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓ પોતાના ઘરોમાં કેદ થઇને રહી ગઇ છે.તેમણે માત્ર પોતાના જીવનનો ડર સતાવી રહ્યો નથી પરંતુ તેમનું ભવિષ્ય પણ હવે સંકટમાં આવી ગયું છે. મંગળવાર સવારે ખાનગી ટીવી ચેનલ ટોલોની મહિલા એન્કર બેહેશ્ટા અર્ઘંદે તાલિબાનના મીડિયા વિંગ સાથે જોડાયેલા માવલાવી અબ્દુલહક હેમાદનો ઇન્ટરવ્યુ લીધો હતો.

તાલિબાને પોતાનો અસલી રંગ દેખાડી દીધો

મહિલા એન્કરે તાલિબાની અધિકારીની ઘેર-ઘેર જઇ શોધ કરી પ્રશ્નો પૂછયા હતા.આ દરમ્યાન માવલાવીએ કહ્યું કે હવે આખી દુનિયા તાલિબાનને માને છે કે તેઓ દેશના અસલી શાસક છે.મને હજુ પણ આશ્ચર્ય છે કે લોકો હજી તાલિબાનથી ડરેલા છે.આ આખા ઇન્ટરવ્યુના ઘણા વખાણ થયા.પરંતુ થોડાંક જ કલાકોમાં તાલિબાને પોતાનો અસલી રંગ દેખાડી દીધો.ખાદિજા અમીને રડતા કહ્યું કે તાલિબાને તેમને અન્ય મહિલા કર્મચારીઓને હંમેશા માટે નોકરીમાંથી કાઢી મૂકયા છે.

28 વર્ષની અમીને કહ્યું કે હું એક પત્રકાર છું અને મને કામ કરવાની મંજૂરી મળી શકતી નથી.હવે હું આગળ શું કરીશ. આગળની પેઢી માટે કંઇ પણ નથી.અમે છેલ્લાં 20 વર્ષમાં જે પ્રાપ્ત કર્યું છે તે હવે બધું ખત્મ થઇ ગયું.તાલિબાન તાલિબાન છે. તેમની અંદર કોઇ જ બદલાવ નથી.આ મહિલા પત્રકારોની કહાની એ એ દેખાડ્યું કે અફઘાનિસ્તાનની મહિલાઓ અનિશ્ચિતતા અને ઉંડી નિરાશાના દોરમાંથી પસાર થાય છે.

Share Now