લોકો નોકરી મેળવવા માટે ઇન્ટર્વ્યૂ આપે છે, પરિક્ષાઓ આપે છે, ઉચ્ચ અભ્યાસ કરે છે પરંતુ તમે ક્યારે સાંભળ્યુ કે ચોરી કરીને પણ નોકરી મેળવી શકાય.એક કંપની છે જેમાં 4,500 કરોડની ચોરી કરનાર વ્યક્તિને જ નોકરી આપી દેવાઇ. જી હાં આવુ સાચે બન્યુ છે.
તમને ગત અઠવાડિયે થયેલી હમણાં સુધીની સૌથી મોટી ઓનલાઇન ચોરી તો યાદ જ હશે. અમે જ આ સમાચાર તમારા સુધી પહોંચાડ્યા હતા.આ ચોરી કોઇ સામાન્ય નહી પરંતુ ક્રિપ્ટોકરન્સીની ચોરી હતી. હેકરે 4,500 કરોડથી વધુ કિંમતની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી હતી.આ ચોરી ક્રિપ્ટોકરન્સી ટ્રાંસફરિંગ માટે ઓળખાતી કંપની પૉલી નેટવર્કમાં થઇ હતી.
હવે પૉલી નેટવર્કે એજ હેકરને પોતાની કંપનીમાં નોકરી પર રાખી લીધો છે.કંપનીએ જણાવ્યુ કે તે હેકરની હોશિયારી અને તેના ટેલેન્ટથી પ્રભાવિત થયા છે અને એજ ખુશીમાં તેને નોકરી આપવામાં આવી રહી છે.હેકરનું નામ મિસ્ટર વ્હાઇટ હેટ (Mr. White Hat) જણાવવામાં આવી રહ્યુ છે.જોકે એનું વાસ્તિવિક નામ હજી પણ સિક્રેટ છે.કંપની હવે આ હેકરને એથિકલ હેકર કહીને સંબોધી રહી છે. કંપનીનું માનવુ છે કે તેણે કંપની અને તેની સિસ્ટમોમાં ખામીની માહિતી આપી. પૉલી નેટવર્કે આ હેકરને મુખ્ય સલાહાકાર (Chief Security Adviser) ના પદ પર નોકરી આપી દીધી છે.
હેકિંગના એક દિવસ બાદ જ પૉલી નેટવર્કે જણાવ્યુ હતુ કે ચોરી કરવામાં આવેલી 4,500 કરોડથી વધુ ક્રિપ્ટોકરન્સીમાંથી હેકરે 1,930 કરોડની ક્રિપ્ટોકરન્સી પાછી આપી દીધી છે.પૉલી નેટવર્ક પ્રમાણે, 26.9 કરોડ ડૉલરની ઇથિરીયમ અને 8.4 કરોડ ડૉલરની પૉલીગન પાછી નથી કરવામાં આવી. કંપનીએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, મિસ્ટર વ્હાઇટ હેટને તેઓ કાયદાકીય રીતે હેકિંગ માટે જવાબદાર નથી માની રહ્યા અને તેમને આશા છે કે મિસ્ટર વ્હાઇટ હેટ તેમના અને તેમના યૂઝર્સના પૈસા પાછા કરી દેશે.કંપનીને હજી સુધી સંપૂર્ણ કરન્સી પાછી નથી મળી.હેકર પાસે હજી પણ 235 ડૉલર મિલિયનની ક્રિપ્ટોકરન્સી છે.
બ્લોકચૈન-બેસ્ડ પ્લેટફોર્મ પોલી નેટવર્કને તોડીને હેકર્સે એથેરિયમ અને બીજી ક્રિપ્ટોકરન્સી (CryptoCurrency)માં 600 મિલિયન ડૉલરથી વધુની ચોરી કરી છે.કંપનીએ મંગળવારે એક ટ્વીટના માધ્યમથી આ વાતની પુષ્ટિ કરી છે.આ ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ અથવા તો ડેફી સ્પેસમાં હમણાં સુધીનો સૌથી મોટો હેક છે. પૉલી નેટવર્ક એક એવુ પ્લેટફોર્મ છે, જે યૂઝર્સને ક્રિપ્ટો ટોકનનું આદાન પ્રદાન કરવાની અનુમતી આપે છે અને પુષ્ટી કરે છે કે હાલમાં થયેલી ક્રિપ્ટો ચોરીથી હજારો રોકાણકારો પ્રભાવિત થયા છે.
પૉલીએ મંગળવારની સવારે ટ્વીટ કર્યુ કે અમને આ વાત જાહેર કરતા દુ:ખ છે કે #PolyNetwork પર હુમલો કરવામાં આવ્યો છે.કંપનીએ પુષ્ટી કરી છે કે ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સના લાખો ડૉલર ચોરી થઈ ગયા છે.તેમણે એટેકર્સના એડ્રેસ પણ શેયર કર્યા છે.જેના પર ચોરી કરેલી રકમને ટ્રાન્સફર કરવામાં આવી છે.કંપનીએ હેકર્સને સંપત્તિ પાછી કરવા માટે કહ્યું છે.જ્યારે આમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
એથેરિયમ પર સૌથી વધુ ચોરોની નજર
એથેરિયમને ચોરીના મામલામાં સૌથી વધુ પ્રભાવિત ક્રિપ્ટોકરન્સી માનવામાં આવે છે. હેકર્સે એથેરિયમ ટોકનમાં લીધેલી સંપત્તિમાં $ 273 મિલિયન, બિનેંસ સ્માર્ટ ચેન પર ટોકન $253 અને પૉલીગાન નેટવર્ક પર યૂએસ ડૉલર કોઈન ટોકનમાં $ 85 મિલિયનની ચોરી થઈ છે.હુમલાની થોડી જ મિનિટો બાદ ચોરી થયેલા રકમમાંથી લગભગ 33 મિલિયન ડૉલરને ફ્રીઝ કરી દેવામાં આવ્યા.એટલે કે આ ટોકનનો ઉપયોગ હેકર્સ નહીં કરી શકે.
હેકિંગના વધતા કિસ્સાઓને કારણે રોકાણકારો પરેશાન
પૉલી નેટવર્કે જણાવ્યુ કે શરૂઆતની તપાસમાં મળી આવ્યુ છે કે હેકર્સે ‘કૉન્ટેક્ટ કૉલના વચ્ચે લીક’નો ફાયદો ઉઠાવ્યો છે. DeFi સ્પેસમાં આ રીતની હેકિંગ રોકાણકારો માટે ચિંતાનો વિષય બની ગયો છે.આ વર્ષની શરૂઆતથી લઈને હમણાં સુધી ચોરીના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે.