મહારાષ્ટ્રના પુણેમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા મયૂર મુંડેએ વડાપ્રધાન મોદીનું મંદિર બનાવ્યુ હતું.જેની અંદર મોદીની મૂર્તિ પણ લગાવી હતી.આ ઘટના બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે.તેથી મંદિરમાં લગાવામાં આવેલી મૂર્તિને રાતોરાત હટાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
37 વર્ષિય ભાજપ કાર્યકર્તાઅને પ્રધાનમંત્રી મોદીના સમર્થક મયૂર મુંડેએ પુણેના ઔંધમાં 1,60,000 રૂપિયાના ખર્ચે મંદિર બનાવ્યુ હતું.આ મંદિર અને મૂર્તિ બનાવવા માટે જયપુરથી આરસ પથ્થર મગાવામાં આવ્યો હતો.રિયલ એસ્ટેટ સાથે જોડાયલા મુંડે કહે છે કે, મને લાગ્યુ કે અયોધ્યામાં રામ મંદિર બનાવનારુ મંદિર હોવુ જોઈએ.એટલા માટે મેં મારા આંગણામાં મોદી મંદિર બનાવાનો નિર્ણય લીધો હતો.
મુંડેનુ કહેવુ છે કે, પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીએ વિકાસના ઘણા કામ કર્યા છે અને જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવી,રામ મંદિર બનાવ્યુ અને ત્રણ તલ્લાકના કાયદા પર કામ કર્યુ છે.મુંડે જણાવે છે કે, આ મોદી મંદિર માટે જયપુરથી પથ્થર લાવ્યા છીએ, જેમાં 1.6 લાખ રૂપિયાનો ખર્ચો પણ આવ્યો છે.સાથે મંદિરમાં મોદી મંત્ર પણ લગાવ્યા છે.
મીડિયામાં આ પ્રકારની ખબર આવ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે મંદિરને લઈને વાંધો ઉઠાવ્યો છે.ગુરૂવારે સવારે લોકો ત્યાંથી પસાર થયા મોદીની મૂર્તિ ગાયબ હતી.અહીંથી હટાવેલી મૂર્તિ હવે બાજૂમાં જ રહેતા કોર્પોરેટરના ઘરમાં મુકી દીધી છે.પુણેમાં આગામી વર્ષે નગરનિગમની ચૂંટણી આવી રહી છે.