– ગ્રાન્ટનો દૂર ઉપયોગથી પ્રજાના રૂપીયે કોન્ટ્રાકટર સહિત સત્તાધીશોને ઘી કેળા સિમેન્ટ કોન્ક્રીટ ના રોડ ઉપર કમીશન માટે પેવરબ્લોક બેસાડી દીધા
બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વિવાદનું એ.પી.સેન્ટર બનેલા ચલથાણ ગામના હાલમાં દિવસોમાં મોટો વિવાદ સામે આવ્યો છે ચાલુ વર્ષેના 15માં નાણાં પંચની યોજનાના કામ વિવાદીત કોન્ટ્રાકટરે એક વર્ષ અગાઉ જ કરી નાખ્યા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.આ મામલે ઉચ્ચ અધિકારીનું મોન શંકા ઉપજાવે તેમ છે.કૌભાંડ પ્રકાશમાં આવતા કોન્ટ્રાકટર અને મળતીયાઓ સમગ્ર મામલા પર પરદો પાડવા હવાતિયા મારી રહ્યા છે
નાણાં પંચના યોજના હેઠળના કાર્યોમાં ગ્રાન્ટ મંજુર થયા બાદ કામો વહેંચણી થાય છે જ્યાર બાદ તાંત્રિક મંજૂરી સહિતના જરૂરી પ્રક્રિયા બાદ કામ કરવાનું હોઈ છે અને કામમાં વપરાયેલા મટીરિયલ સહિત કામની ચકાસણી થયા બાદ જ કોન્ટ્રાકટર ને પેમેન્ટનું ચુકવણું કરવાનું હોય છે.કોન્ટ્રાકટર અજય મહેતા સહિતના ચલથાણના કારભારી સત્તાધીશો તમામ પ્રક્રિયાને જાણે ઘોળી પી ગયા હોય અને ભવિષ્ય દ્રષ્ટા હોઈ તેમ મહિનાઓ નહિ એક વર્ષ અગાઉ આ 15 મી નાણાં પંચની યોજનાના કામો અંડવાસ માં કરી નાખ્યા છે તે પણ એક બે નહિ 15 થી વધુ કામો અને 70 લાખથી વધુના ખર્ચના કામો આ કોન્ટ્રાકટરે મળતીયા સાથે મળીને મસ મોટું કૌભાંડ આચરેલું જોવા મળે છે લોક ચર્ચા મુજબ કોન્ટ્રાકટર અજય મહેતાની એજન્સી પોતાની કાર્ય ક્ષેત્રની પંચાયતોમાં પહેલા કામ કરે છે અને પછી કામમુજબ ગ્રાન્ટ એકજેસ્ટ કરે છે પંચાયતના કારભારીઓ પણ મોટા કમિશનની લાલચમાં જ્યાં કામની જરૂર નહીં હોય ત્યાં કામ કરાવી ગ્રાન્ટનો દૂર ઉપયોગની બુમો સ્થાનિકોમાં જોવા મળે છે ચલથાણના એક હથ્થા શાસનના કારણે અર્ધાં ચલથાણમાં PCC રોડની ઉપર બ્લોક જડી દેવામાં આવ્યા છે.આમ કોન્ટ્રાકટરના અંગત લાભ માટે ચલથાણના સત્તાધીશોએ જાણે પ્રજાના પસીનાની પૈસાની તિજોરી ખુલ્લી કરી દીધી હોઈ તેવું દેખાઈ રહ્યું છે.
કૌભાંડના મામલે તલાટી તેમજ તાલુકા વિકાસ અધિકારીનું મોન ઘણુંખરું કહી જાય છે
મામલો પ્રકાશમાં આવ્યાના દિવસો વીતી ગયા છે એક વર્ષ અગાઉ થયેલા કામોની દશા પણ બદલાઈ ગઈ છે પરંતુ આ મામલે ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી “મગનું નામ મરી પાડવા તૈયાર” નથી આટલું જ ઓછું હોય તેમ 15 માં નાણાં પંચના આ કામોની તાંત્રિક મંજૂરી પણ માત્ર ટુક સમય પહેલા જ આપવામાં આવી છે 15 માં નાણાં પંચના આ કામોનું સર્વે કરવા આવેલી ટીમને પણ કોન્ટ્રાકટર સહિતના ચલથાણના કારભરીઓએ ગેરમાર્ગે દોર્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે એ મામલે ઉપલા અધિકારીઓનુ મૌન જ ઘણું કહી જાય છે.