અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશ છોડવાનો એક જ રસ્તો બચ્યો હતો, રાજધાની કાબુલનું એરપોર્ટ.લોકો દુ:ખી થઇ આમ-તેમ દોડી રહ્યા હતા અને કોઈપણ રીતે પોતાનો જીવ બચાવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.એરપોર્ટ પરથી આવી ઘણી તસવીરો બહાર આવી જેમાં આ લોકોની લાચારી દેખાઈ રહી હતી.તાજેતરની તસવીરોમાં એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે કે એક નિર્દોષ બાળકને કાંટાના તાર લપેટેલી દિવાલની પાર યુએસ સૈનિકોને સોંપવામાં આવી રહ્યો છે.
લોકો બાળકોને મોકલી રહ્યા છે.
અમેરિકન સૈનિકો કાબુલ એરપોર્ટની 18 ફૂટ ઉંચી દીવાલ પર તૈનાત હતા જે બચાવ કામગીરી દરમિયાન ભીડને નિયંત્રિત કરી રહ્યા હતા.આ દરમિયાન એક બાળકની તસવીર સામે આવી જેને સૈનિકોને સોંપવામાં આવી રહ્યો હતો.એરપોર્ટ પર ફસાયેલા લોકો તેમના બાળકોને નાટો સૈનિકોને સોંપી રહ્યા હોવાના અનેક અહેવાલો હતા.લોકો કહે છે કે જો અમેરિકન કે નાટો સૈનિકો અમને ના લઈ જઇ શકે તો કંઇ નહીં અમારા બાળકોને લઈ જાઓ.
બાળકને સારવાર બાદ પાછો આપ્યો
આ દરમિયાન આ નિર્દોષની તસવીર વાયરલ થવા લાગી.જોકે આ બાળકને અમેરિકન સૈનિકોને સોંપવામાં આવ્યો નથી.પેન્ટાગોનના પ્રવક્તા જ્હોન કર્બીએ કહ્યું કે માતાપિતાએ સૈનિકોને બાળકની સંભાળ રાખવા કહ્યું કારણ કે તેઓ બીમાર હતો અને તેથી સૈનિકોએ તેને દિવાલ ઉપર લઈ ગયા.ત્યાંથી તેને એરપોર્ટ પર સ્થિત નોર્વેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.ત્યાં બાળકની સારવાર કરવામાં આવી અને પિતાને પાછો સોંપી દેવાયો.
માનનતાનો ધર્મ નિભાવ્યો
કાર્બીનું કહેવું છે કે સૈનિકોએ માનવતાનો ધર્મ નિભાવતા આમ કર્યું.આ પ્રકારના તેમને બીજા કોઈ કેસ વિશે ખબર નથી.જોકે તેમનું એમ પણ કહેવું છે કે બાળકને સારવાર બાદ તેના પિતાને પાછો સોંપી દેવામાં આવ્યો હતો.તેથી હવે આ માસૂમ બાળક ક્યાં છે તે કોઇ જાણી શકાયું નથી.એવા ઘણા બાળકોની તસવીરો સામે આવી હતી જે આ દીવાલ પાર મોકલવાની કોશિશ કરવામાં આવી હતી.