આર્મ એક્ટના ગુનાનો વોંટેડ આરોપી રોહિત વાંસફોડિયા અંત્રોલીથી ઝડપાયો

235

બારડોલી : સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશનના આર્મ એક્ટના ગુનામાં તથા યુ.પીના ભદોહી પોલીસ સ્ટેશનના ગુનામાં વોંટેડ આરોપી રોહિત વાંસફોડિયા ઉર્ફે રોહિત બુચાને કડોદરા પોલીસની ટીમે અંત્રોલી ગામે ભૂરી ફળિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર ગત તા-7 જાન્યુઆરી 2021 ના રોજ ઓલપાડ તાલુકાનાં અટોદરા ગામની હદમાં સ્વર્ગ રેસીડન્સી ખાતે આવેલ એક મકાનમાંથી ઈશ્વર રમેશ વાંસફોડિયા (રહે, અંત્રોલી, ભૂરી ફળિયા, તા-પલસાણા) ને પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ તેમજ એક કાર અને મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ દેશી પિસ્તોલ તથા કારતૂસ આપનાર રોહિત દિનેશ વાંસફોડિયાને પોલીસે વોંટેડ જાહેર કર્યો હતો.ત્યારબાદ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસની ટીમને બાતમી મળતા તેમણે અંત્રોલી ભૂરી ફળિયા ખાતેથી રોહિત ઉર્ફે રોહિત બુચો દિનેશ વાંસફોડિયાને પકડી પાડ્યો હતો.પકડાયેલ આરોપી રોહિત યુ.પીના ભદોહી પોલીસ સ્ટેશનના ગુનામાં પણ વોંટેડ હતો.પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ પ્રવીણ સોમા વાંસફોડિયાને વોંટેડ જાહેર કર્યો હતો.

Share Now