વડોદરા : વડોદરા ભાજપ યુવા મોરચાના મંત્રી રૂસાંત શાહ સહિત જુગાર રમતા 11 શકુનીઓ ઝડપાયા છે.કારેલીબાગ,અમિતનગર સર્કલ પાસે આવેલ વામા ડુપ્લેક્ષમાં શ્રાવણીયો જુગાર રમાતો હતો ત્યારે પોલીસે રેડ પાડી હતી.તમામ જુગારીઓની ધરપકડ કરીને હરણી પોલીસે 70,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ તમામ ખાનદાની નબીરા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલીબાગ અને હરણી પોલીસને બાતમી મળી હતી કે, અમિતનગર સર્કલ પાસે આવેલા વામા ડુપ્લેક્સમાં જુગાર રમાઈ રહ્યો છે.પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી.જેમાં શહેરના ખાનદાની નબીરાઓ જુગાર રમતા પકડાયા છે.પોલીસને જોઈને જ નસીરાઓમાં અફરાતરફી મચી ગઈ હતી.તમામે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.તો કેટલાક મોઢુ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.આખરે પોલીસે 11 જેટલા જુગારીઓને પકડી પાડ્યા છે.પોલીસે તમામ જુગારીઓ પાસેથી 75,730નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તમામ લોકો તીન પત્તી જુગાર રમતા પકડાયા હતા.
કોણ કોણ પકડાયું
– સ્નેહલ ભાસ્કરભાઇ શાહ, મકાન માલિક
– શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત ધર્મેશભાઇ શાહ
– દિપ મહેશભાઇ પટેલ
– પૂર્ણાક જયેન્દ્રકુમાર ખાચર
– હર્ષ દિલીપસિંહ રાઠોડ
– શરત પન્નાલાલ ચોક્સી
– ઉત્સવ પરેશભાઇ શાહ
– ધર્મેશ ધીરજભાઇ બાથાણી
– પ્રિયમ શાંતિલાલ શાહ
– રાજેશ વસંતભાઇ પટેલ
– આશિષ પ્રકાશભાઇ ઠક્કર
કારેલીબાગના આ જુગારધામમાં જુગાર રમવામાં વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત શાહ પણ સામેલ હતો.તેની ધરપકડને પગલે વડોદરા ભાજપના નેતાઓમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી.તો બીજી તરફ, તુલસીવાડી વિસ્તારમાં પણ પકડાયેલા જુગારધામમાં પોલીસે 11,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.