વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર સમાચારોમાં રહેતા પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનાં પુત્ર તબરેઝ રાણાની બુધવારે સાંજે 6 વાગ્યે રાયબરેલી પોલીસે ધરપકડ કરી હતી.આપને જણાવી દઇએ કે, મુનવ્વર રાણાનાં દિકરાએ તેના કાકા પર ખોટો કેસ કરીને તેમને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.તબરેઝે તેના કાકા પર આરોપ લગાવ્યો હતો કે, તેના કાકાએ જમીનનાં વિવાદને કારણે તબરેઝ પર ગોળીબાર કર્યો હતો.જ્યારે તે ગોળી ખુદ તબરેઝે જ ચલાવી હતી.જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ બહાર આવ્યું હતું અને પોલીસે તેની ધરપકડ કરી હતી.જો કે મુનવ્વર રાણાએ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
તે સમયે રાયબરેલી પોલીસે આ ષડયંત્ર પાછળ મિલકતનો વિવાદ જણાવ્યો હતો.પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજનાં આધારે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.પોલીસ તપાસમાં હુમલાની વાર્તા બનાવટી હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તબરેઝ રાણાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારથી તે ફરાર હતો, જેને પોલીસે 25 ઓગસ્ટનાં રોજ લખનઉમાં તેના આવાસમાંથી તબરેઝની ધરપકડ કરી હતી.હવે પોલીસ આ કેસમાં તેની વધુ પૂછપરછ કરશે અને તેને ટેકો આપનારા શૂટરોને પણ શોધી કાઠવામાં આવશે.કવિ મુનવ્વર રાણાએ દિકરા તરબેઝની ધરપકડને લઈને પોલીસ અને યોગી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. મુનાવ્વર રાણાએ કહ્યું કે, જો તેના પુત્રએ ગુનો કર્યો હોય તો તેને સજા થવી જોઈએ.રાણાએ વધુમાં કહ્યું કે, તેમના પુત્ર સામે બિનજામીનપાત્ર કલમ નથી, પરંતુ તેમ છતાં તેની ધરપકડ કરવામાં આવી છે.તારબેઝને પકડવા આવેલી પોલીસનું વર્તન યોગ્ય નહોતું.મુનવ્વર રાણાએ કહ્યું કે, પોલીસે મારા પુત્રને માર માર્યો હતો.પત્ની અને માતાની સામે પુત્રને માર મારતા પોલીસ તેને ત્યાથી લઈ ગઈ હતી.
મુનવ્વર રાણાએ કહ્યું કે, પોલીસ જ છે જે ગમે ત્યાંથી કંઈપણ બહાર કાઠી શકે છે.મારા પેટમાંથી બે બોરી વાઇન લઇ શકે છે.વધુમાં કહ્યું કે, આ મુશ્કેલી તેમના ઘર માટે લાવવામાં આવી રહી છે.સાંભળ્યું હતું કે અંગ્રેજો ખૂબ ખરાબ હતા, પરંતુ ભારતમાં એવા લોકો છે જે અંગ્રેજો કરતા પણ ખરાબ છે.રાણાએ કહ્યું કે માત્ર મુસ્લિમોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.મુસ્લિમોને દુશ્મન માનવામાં આવે છે. તેમની નજરમાં દરેક મુસ્લિમ આતંકવાદી છે.