કાબુલ હુમલામાં ખુલ્યું પાક. કનેક્શન! નરસંહાર માટે ISISનો આતંકી ફારુકી જવાબદાર હોવાની આશંકા

237

નવી દિલ્હી : કોઈ પણ સ્થળે આતંકવાદી હુમલો થાય અને તેમાં પાકિસ્તાનના નામનો ઉલ્લેખ ના થાય તો જ નવાણી હશે.કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દુનિયા હચમચી ગઈ છે.આ સીરિયલ વિસ્ફોટમાં પણ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.અફઘાનના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કાબુલ એરપોર્ટ નજીક થયેલા બ્લાસ્ટનું ષડયંત્ર પાકિસ્તાનમાં ઘડાયું હતું અને આ ભયાનક હુમલા પાછળ પાકિસ્તાનમાં રહેતો આઈએસઆઈએસનો ખતરનાક આતંકી અસલમ ફારુકીનો હાથ હોઈ શકે છે.ગુરુવારે રાત્રે કાબુલ એરપોર્ટ પાસે આતંકવાદી હુમલો થયો હતો જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

એક અંગ્રેજી વેબસાઈટે અફઘાની સૂત્રોની માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે શાંતિ પ્રક્રિયા હેઠળ કેટલાય ખતરનાક અને ખુંખાર આતંકવાદીઓને છોડી દેવામાં આવ્યા હતા.આ આતંકીઓ જ કાબુલમાં બ્લાસ્ટ માટે જવાબદાર હોવાની આશંકા છે.આ આતંકીઓમાં પાકિસ્તાનમાં આઈએસઆઈએસનો જાણીતો ચહેરો અમીર મૌલવી અસલમ ફારૂકી સામેલ છે અને કાબુલ હુમલા પાછળ તેનો હાથ હોવાની પ્રબળ શક્યતા રહેલી છે.

કાબુલના ગુરુદ્વારાઓમાં કરવામાં આવેલા હુમલામાં પણ ફારુકી સામલે હતો.આ હુમલામાં 27 લોકોના મોત થયા હતા. 4 એપ્રિલ 2020ના અફઘાન નેશનલ સિક્યોરિટી ડાયરેક્ટોરેટ અર્થાત એનડીએસએ માવલવી ફારુકીની ધરપકડ કરી હતી.તપાસ દરમિયાન તેણે હુમલામાં સામેલ હોવાની વાત સ્વીકારી હતી અને વિસ્ફોટોને અંજામ આપવામાં પાકિસ્તાનની ભૂમિકા પણ સ્વીકારી હતી.હાલ અસલમ ફારૂકી પાકિસ્તાનમાં આઈએસઆઈએસ-કેનો પ્રમુખ છે.

અસલમ ફારુકી અગાઉ લશ્કર-એ-તોઈબા સાથે જોડાયેલો હતો અને ત્યારબાદ તહરીક-એ-તાલિબાન સાથે તે જોડાયો હતો.એપ્રેલ 2018માં તેણે આઈએસઆઈએસ-કે એટલે કે આએસકેપી પ્રમુખ તરીકે જિયા-ઉલ-હક ઉર્ફ અબુ ઉમર ખોરાસાનીનું સ્થાન લીધું હતું.તેની સાથે લશ્કર-એ-તોઈબાના ભાગ એવા ચાર પાકિસ્તાની નાગિરકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.ફારુકીની સાથે ખૈબર પખ્તૂનખ્વાના મસૂદુલ્લાહ,ખાન મોહમ્મદ,કરાચીનો સલમાન અને ઈસ્લામાબાદનો અલી મોહમ્મદ પણ પકડાયા હતા.

સૂત્રોનું માનવું છે કે, જેલમાંથી છૂટ્યા બાદ માવલાવી ફારુકી અને તેના જૂના સાગરિતોએ મળીને કાબુલ હુમાલને અંજામ આપ્યો છે.પાકિસ્તાનની એજન્સીઓ પણ આવો હુમલો ઈચ્છતી હતી.એક અહેવાલ મુજબ પાક. ઈચ્છે છે કે પ્રદેશમાં અશાંતિ ફેલાય જેના થકી આતંકવાદી ષડયંત્રોને અંજામ આપી શકાય અ વિકસિત દેશો પાસેથી નાણાં પડાવી શકાય.

Share Now