યુપીના પૂર્વ IPS અમિતાભ ઠાકુરે ધરપકડ થતાં કોન્સ્ટેબલને થપ્પડ મારી

251

– ધરપકડ બાદ અમિતાભ ઠાકુરે પોલીસ વાહનમાં બેસવાનો ઈનકાર કર્યાનો વીડિયો વાયરલ

લખનઉ : યુપીના નિવૃત્ત આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરની શુક્રવારે લખનઉમાં ધરપકડ કરવામાં આવી છે.ઠાકુરની ધરપકડ બાદ ભારે હંગામો થયો,બાદમાં અમિતાભ ઠાકુરની ધરપકડ કર્યા બાદ તેમને વાહનમાં બેસાડવા પોલીસને ભારે મહેનત કરવી પડી હતી.આ દરમિયાન અમિતાભ ઠાકુરે કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધી હતી. છેવટે પોલીસે યેનકેન પ્રકારે તેમને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા.આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો વાયરલ થયો હતો.અહીંયા નોંધવું રહ્યું કે બહુજન સમાજવાદી પાર્ટી(બીએસપી) અતુલ રાય પર બળાત્કારનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટની સામે આત્મદાહ કરનારી યુવતિએ અમિતાભ ઠાકુર પર કેટલાક આરોપ લગાવ્યા હતા.આ તપાસ માટે બનેલી એસઆઈટીએ અમિતાભ ઠાકુર પર પીડિતાને આત્મદાહ માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયા હતો.આ મામલામાં પોલીસ ઠાકુરની ધરપકડ કરવા તેમના ઘેર પહોંચી હતી.

પોલીસે અમિતાભ ઠાકુરને હજરતગંજ પોલીસ સ્ટેશન ચાલવા કહ્યું તો અમિતાભ ઠાકુરે એફઆઈઆરની કોપી માંગી હતી.પોલીસ કોઈ દસ્તાવેજ દેખાડી શકી નહીં,એટલે અમિતાભ ઠાકુરે પોલીસ સ્ટેશન આવવાનો ઈનકાર કર્યો હતો.આ પહેલાં પોલીસે ઠાકુરને સમજાવવાની કોશિશ કરી હતી.પરંતુ ઠાકુર માન્યા નહીં તો પોલીસે થોડીક બળજબરી શરુ કરી હતી.એક સાથે ત્રણ પોલીસ જવાનોએ ઠાકુરને પકડી લીધા અને બળજબરીથી તેમને ગાડીમાં બેસાડવાની કોશિશ કરી હતી.પરંતુ અમિતાભ ઠાકુર ગાડીમાં બેસતા નહતા અને આ દરમિયાન તેઓ નહીં આવું,નહીં આવુંની બૂમો પાડવા માંડ્યા હતા.તેમની સાથે પરિવારના સભ્યો અને પત્નીએ પણ આ પ્રકારની બળજબરીનો વિરોધ કર્યો હતો.જોકે, પોલીસ ભાર મથામણ કરીને અમિતાભ ઠાકુરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

Share Now