સાઉદી અરબ સ્થિત એક એરપોર્ટ પર ડ્રોન હુમલો, 8 લોકો ગંભીર રીતે ઘાયલ

198

સાઉદી અરબ સ્થિત એક એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે.જેમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.જ્યારે એક પેસેન્જર વિમાનને નુકસાન પહોંચ્યું છે.સાઉદી અરબના અધિકારિક મીડિયાના જણાવ્યા મુજબ યમનમાં હૂતી વિદ્રોહિઓની વિરુદ્ધ ચાલી રહેલા જંગ દરમિયાન સાઉદી અરબના એરપોર્ટને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે.યમનમાં હૂતી વિદ્રોહી અને સાઉદી અરબની સેનાની વચ્ચે યુદ્ધ
ચાલી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં બીજી વખત હુમલો

કોઈ દળે હુમલાની જવાબદારી લીધી નથી. છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે.જોકે પ્રથમ વખત એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું, ત્યારે કોઈ પણ વિદ્રોહી દળે હુમલાની જવાબદારી લીધી નહોતી.યમનમાં ઈરાન સમર્થિત શિયા વિદ્રોહીઓ સામે લડનાર સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને હુમલા વિશે વિગતે જણાવ્યું નથી.આ સિવાય તેમણે કોઈ દુર્ઘટના વિશે માહિતી પણ આપી નથી.સેનાએ માત્ર એટલું જણાવ્યું છે કે સુરક્ષાદળોએ વિસ્ફોટક ડ્રોનને રોકી દીધુ હતું.

હુતી વિદ્રોહિયો સામે જંગ લડી રહ્યું છે સાઉદી

2015થી સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગંઠબંધનનો સામનો કરી રહેલા યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરબની અંદર સૈન્ય પ્રતિષ્ઠાનોને ટાર્ગેટ બનાવ્યા છે.વિદ્રોહીયોના ટાર્ગેટ પર ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ પણ છે.તે રાજ્યના મહત્ત્વપૂર્ણ ઓઈલ પ્લાન્ટ્સને ટાર્ગેટ બનાવીને હુમલો કરી રહ્યાં છે.

શું છે યમનમાં સંઘર્ષનું કારણ?

યમન છેલ્લા ઘણા સમયથી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે.વિદ્રોહીયોએ યમનની રાજધાની સના પર કબજો કર્યો હતો અને પછીથી દેશના મોટાભાગના હિસ્સામાં તેમનું રાજ થઈ ગયું છે.હુમલાના પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ આબેદ્રાબ્બૂ મંસૂર હાદીને દેશ છોડીને ભાગવું પડ્યું હતું.સાઉદી અરબ,મંસૂર હાદીના સમર્થનમાં છે અને હૂતિયોની વિરુદ્ધ જંગ લડી રહ્યાં છે.

Share Now