– કોર્ટે અરમાન કોહલીની કસ્ટડી 1 સપ્ટેમ્બર સુધી વધારી
મુંબઇ : બૉલીવૂડના અભિનેતા અરમાન કોહલીના ડ્રગ મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ પાંચ સ્થળે છાપો માર્યો હતો.આ ઉપરાંત વિદેશ બે નાગરિકને પકડવામાં આવ્યા હતા.કોર્ટૉે આરોપી કોહલીની એનસીબી કસ્ટડી એક સપ્ટેમ્બર સુધી વધારી છે. કોહલી ડ્રગ કેસના વિદેશીસકનેકશનની તપાસ કરવામાં આવી રહી છે.
વિવાદાસ્પદ અભિનેતા અરમાન કોહલી સાથે પકડાયેલા અજય સિંહ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં સંડોવાયેલો હોવાનું કહેવાય છે.પોલીસ આરોપીના વ્હોટસઍપ ચૅટની તપાસણી કરી રહી છે.આરોપી અડસ સિંહ કોલંબિયા અને પેરુમાં અનેક વ્યકિતના સંપર્કમાં હતો.એનસીબીએ કોહલીની ધરપકડ બાદ જુહૂ બાંધા અને વિવિધ સ્થળે રેડ પાડી હતી.દરમિયાન જુહૂ નજીકથી બે ડ્રગ પેડલરને ઝડપી લેવામાં આવ્યા હતા.તેમની પાસે મેફેડ્રોન મળી આવ્યું હતું.કોર્ટે અરમાન અને અજય સિંહને એક સપ્ટેમ્બર સુધી એનસીબીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.આ કેસમાં પોલીસ બંને પાસેથી મહત્વની માહિતી મેળવી રહ્યા છે.
એનસીબીએ ગત અઠવાડિયે હાજીઅલી નજીકથી ડ્રગ પેડલર અજય રાજુ સિંહને મેફેડ્રોન સાથએ પકડયો હતો.તેની પૂછપરછ દરમિયાન પોલીસને કોહલીની માહિતી મળી હતી.આથી અભિનેતા અરમાન કોહલીના ઘરે છાપો મારવામાં આવ્યો હતો.તેની પાસે કોકેન મળી આવ્યું હતું. પોલીસે કલાકોની પૂછપરછ બાદ કોહલીની ધરપકડ કરી હતી.આ અભિનેતા વારંવાર જુદા જુદા વિવાદમાં સપડાયો છે.
નોંધિનિય છે કે કોહલીની ધરપકડના ગણતરીના કલાક અગાઉ ટેલિવિઝન સિરીયલના અભિનેતા ગૌરવ દિક્ષીતને એનસીબીએ નશીલા પદાર્થના કેસમાં પકડયો હતો.પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહના મોતની તપાસ વખતે બોલીવૂડનું ડ્રગ કનેકશન પ્રકાશમાં આવતા સનસનાટી ફેલાઇ ગઇ હતી.