મુંબઈ : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અંતે ચાંદીવાલ પંચે ફટકારેલ ૫૦ હજાર રૃપિયાનો દંડ ભર્યો હતો. ચાંદીવાલ પંચ સામે હાજર ન થવા બદલ પરમબીર સિંહને દંડ ફટકારવામાં આવ્યો હતો.તેથી તેમણે મુખ્યપ્રધાન કોવિડ રાહત ભંડોળમાં આ રકમ જમા કરાવી હતી.
ચાંદીવાલ પંચે પરમબીર સિંહને ત્રણવાર દંડ ફટકાર્યો હતો.પહેલાં પાંચ હજાર ત્યારબાદ ૨૫ હજાર અને હવે પરમબીર સિંહને ૫૦ હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જે તેમણે ભરી દીધો હતો.મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે ૧૦૦ કરોડ રૃપિયાની વસૂલીનો આદેશ આપ્યો હોવાનો ખળભળાટજનક આરોપ પરમબીર સિંહે કર્યો હતો.ત્યારબાદ આ આરોપીની તપાસ માટે સરકારે ચાંદીવાલ પંચની સ્થાપના કરી હતી.ચાંદીવાલ પંચ સામે સોગંદનામું રજૂ ન કરવા સંદર્ભે આ દંડ ફટકારવામાં આવ્યો હતો.