નોર્ધર્ન એલાયન્સનો દાવો : પંજશીર પર હુમલો કરવા આવેલા 350 તાલિબાની માર્યા ગયા

236

– તાલિબાન દ્વારા અહીં એક પુલ ઉડાડી દેવાના પણ સમાચાર છે

કાબુલ : તાલિબાન દ્વારા પંજશીર વિસ્તારમાં ઘુસણખોરીના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ટ્વિટર પર નોર્ધર્ન એલાયન્સ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, ગત રાત્રે ખાવકમાં હુમલો કરવા આવેલા લગભગ ૩૫૦ તાલિબાનીઓ માર્યા ગયા છે. જ્યારે ૪૦થી વધુને કબ્જામાં લેવાયા છે.એનઆરએફને આ દરમિયાન ઘણા અમેરિકી વાહન,હથિયાર હાથ લાગ્યા છે.

એક સ્થાનિક પત્રકાર દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અનુસાર, અફઘાનિસ્તાનના પંજશીરના એન્ટ્રેન્સ પર ગુલબહાર વિસ્તારમાં તાલિબાનીઓ અને નોર્ધર્ન એલાયન્સના લડાકુઓ વચ્ચે અથડામણ થઇ છે.આટલું જ નહીં, તાલિબાન દ્વારા અહીં એક પુલ ઉડાડી દેવાના પણ સમાચાર છે. આ પહેલાં સોમવારે રાત્રે પણ તાલિબાન અને નોર્ધર્ન એલાયન્સના લડાકુઓ વચ્ચે ગોળીબાર થયો હતો.ત્યારે લગભગ સાત-આઠ તાલિબાનીઓ માર્યા ગયાના સમાચાર હતા.ઉલ્લેખનીય છે કે, પંજશીર હજુ પણ તાલિબાનના કબ્જામાં નથી.અહીં નોર્ધર્ન એલાયન્સ અહમદ મસૂદની આગેવાનીમાં તાલિબાન વિરુદ્ધ લડાઇ લડી રહ્યું છે.

અહમદ મસૂદના પ્રવક્તા ફહીમ દશ્તી દ્વારા પણ તાલિબાન સાથે થયેલી લડાઇની પુષ્ટિ કરાઇ હતી.ફહીમ અનુસાર, સોમવારે રાત્રે પંજશીરમાં તાલિબાને હુમલો કર્યો હતો અને ઘુણખોરીના પ્રયાસ કરાયા હતા,પરંતુ તેને સફળતા મળી નહોતી.તાલિબાન પહેલાં જ પંજશીર વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી ચૂક્યું છે.જો કે, પાછળથી ચાલુ કરાયું હતું.

Share Now