સુરત : પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને પતિએ બરાબરનો પાઠ ભણાવ્યો, પોલીસ સ્ટેશનમાં જ રાખડી બંધાવી

574

ક્રાઈમ સિટી સુરતમાં રોજેરોજે ચોંકાવનારા બનાસ સામે આવે છે.ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ભાગી ગયેલી પરિણીતાના પતિએ બરાબરના પાઠ ભણાવ્યા છે.પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પતિએ પોલીસ સ્ટેશનની અંદર જ પ્રેમીને રાખડી બંધાવી હતી.

બન્યુ એમ હતું કે, સુરતના વરાછા વિસ્તારમાં ચાર સદસ્યોનો એક પરિવાર રહે છે.જેમાં પતિ-પત્ની, 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. આ પરિવાર સુખેથી રહેતો હતો.પતિ સુરતની એક કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે.તેમજ પત્ની સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરે છે.પત્નીને સ્ટોન લગાવવાનુ કામ એક યુવક દ્વારા મળે છે.આ યુવક રોજ તેના ઘરે આવતો હતો,જેથી પત્નીને એ યુવક સાથે સંબંધ બંધાયો હતો. બંને વચ્ચે બે વર્ષ સુધી સંબંધ રહ્યો હતો.પરંતુ એક દિવસે તેમણે ભાગી જવાનું નક્કી કર્યું.

પત્નીએ શોધવા માટે પતિએ દસ દિવસ સુધી શોધખોળ ચલાવી હતી.પોતાના તમામ સંબંધીઓ પાસે તેની તપાસ કરાવી હતી.એટલુ જ નહિ, સોશિયલ મીડિયા પર પણ પત્નીનો ફોટો મૂકીને તેને પરત આવવા વિનંતી કીર હીત.

પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગીને તળાજા પહોંચી હતી.બીજી તરફ, પતિએ ભાગી ગયેલી પત્ની સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી પતિ સુરત પોલીસ સાથે પત્નીને લેવા તળાજા પહોંચી ગયો હતો.આ વચ્ચે ડ્રામા સર્જાયો હતો. પત્નીએ પણ પરત પતિ સાથે જવા માટે સહમતિ બતાવી હતી.પરંતુ પતિને તેની આ વાત પર વિશ્વાસ ન હતો.તેથી તેણે ખાતરી કરાવવા પત્નીને તેના પ્રેમીને જ રાખવી બાંધવા કહ્યું હતું.ત્યારે પત્નીએ પોલીસ સ્ટેશનની અંદર જ પોતાના પ્રેમીને રાખડી બાંધી હતી.જોકે, બીજી તરફ પત્નીએ પણ પતિને પોલીસ મથકમાં જ ચીમકી આપી હતી કે જો ફરીથી હેરાન કરી તો પાછી ભાગી જશે.

Share Now