1800 કરોડના ડ્યુટી ડ્રો બેક નિકાસ કૌભાંડમાં કાપડ નિકાસકારોએ 300 કન્ટેનર વિદેશ મોકલ્યા હતા : કૌભાંડીઓ પકડથી દૂર

294

મુંબઇના નાવાસોવા પોર્ટ પરથી આચરાયેલાં રૂપિયા 1800 કરોડના બોગસ એક્સપોર્ટમાં નવા ફણગાં ફુટી રહ્યા છે.અનેક નિકાસકારોએ ચિંધીઓ ભરીને 300થી પણ વધુ કન્ટેનર વિદેશ મોકલ્યા હોવાની માહિતી મળી રહી છે.અલબત્ત, મુંબઇ ડીઆરઆઇ હાલ આ મામલે તપા કરી રહી હોય હજી કોઇની ધરપકડ કરાઈ નથી.આવનારા સમયમાં ડીઆરઆઇનો ગાળિયો આવે એવી પુરે-પુરે સંભાવના લાગી રહી છે.આ ઉપરાંત અડાજણ પાટિયાના એક નિકાસકારનું હવે ડુપ્લીકેટ ઓઇલ એક્સપોર્ટ કરવાના કેસમાં તપાસ આગળ વધી હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

અમદાવાદ ડીઆરઆઇના સૂત્રો કહી રહ્યા છે કે ડયૂટી ડ્રો બેક સ્કીમમાં ઓવર વેલ્યુએશનના આધારે એક્સપોર્ટ કાંડ કરવામાં આવ્યુ હતુ.જેમાં ઉચ્ચ ક્વોલિટીના કાપડની જગ્યાએ મિસ ડિકલેરેશન કરીને ચિંધીઓ ભરવામાં આવી હતી.આ કાંડ રૂપિયા 1800 કરોડ જેટલુ છે.તપાસમાં બહાર આવ્યુ છે કે 70 થી એક કરોડ સુધીના કન્ટેનરો જેની સંખ્યા 300થી વધુ થાય છે તે વિદેશ મોકલી આપવામાં આવ્યા હતા.અનેક નિકાસકારોએ આ ખેલ કર્યો હતો.શંકરની સાથે કામ કરનારાઓ પણ આવનારા સમયમાં ડીઆરઆઇની ઝપટમાં આવે એવી સંભાવના છે.અડાજણ પાટિયાના એના જુના સાથીદારો પણ તેમાં સામેલ છે.

તપાસ સાથે સંકળાયેલાં સૂત્રો કહી રહ્યા છે કે બાયો ડિઝલમાં પડેલાં અડાજણ પાટિયાના એક નિકાસકારે ગાડીઓમાં વપરાયેલું અને બળી ગયલું ઓઇલ ફોરેન એક્સપોર્ટ કરીને ડયૂટી-રિફંડના લાભો મેળવ્યા છે.આ દિશામાં પણ અધિકારીઓ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.

Share Now