હંમેશા શીર્ષાસણ કરતા બાબા રામદેવે આ વખતે રૂચિ સોયા માટે હાથી પર ચઢીને કરાવ્યું ફોટોશૂટ

197

– હાથીનો ઉપયોગ એક ‘મેટાફર’ તરીકે કરવામાં આવ્યો છે.કેવી રીતે પતંજલિએ રૂચિ સોયા જેવી મોટી કંપનીને ખરીદી અને ખરાબ સમયમાંથી બહાર કાઢી.

નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર : બાબા રામદેવે ‘બિઝનેસ ટુડે’ મેગેઝીન માટે એક ફોટોશૂટ કરાવ્યું છે.સોશિયલ મીડિયામાં આ શૂટની તસ્વીરો પણ વાયરલ થઈ રહી છે.આ ફોટોશૂટમાં બાબા રામદેવ હાથી પર બેઠેલા જોવા મળે છે.આ ફોટોશૂટ તેમની કંપની રૂચિ સોયા સાથે સંકળાયેલા એક આર્ટિકલ માટે કરાવવામાં આવ્યું છે.

આ પહેલી વખત નથી કે, જ્યારે બાબાએ હાથી પર કોઈ ફોટોશૂટ કરાવ્યું હોય.અગાઉ 2020માં પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો.તેમાં તેઓ હાથી પર બેસીને પ્રાણાયામ કરતા જોવા મળ્યા હતા અને સંતુલન બગડતા નીચે પડી ગયા હતા.તે વીડિયો મથુરામાં મહાવનના રમણરેતી આશ્રમનો હતો. ‘બિઝનેસ ટુડે’ માટે શૂટ કરનારા ફોટોગ્રાફરે જણાવ્યું કે, તેમણે પહેલા કદી આવું કોઈ શૂટ નથી કર્યું.

તેમણે જણાવ્યું કે, હાથીનો ઉપયોગ એક ‘મેટાફર’ તરીકે કરવામાં આવ્યો છે.કેવી રીતે પતંજલિએ રૂચિ સોયા જેવી મોટી કંપનીને ખરીદી અને ખરાબ સમયમાંથી બહાર કાઢી.બાબા રામદેવે કહ્યું કે, ‘જ્યારે અમે રૂચિ સોયાને ખરીદી ત્યારે અમે તેને આશરે 4300 કરોડ રૂપિયામાં લીધી હતી.આજે તેની માર્કેટ વેલ્યુ ઓછામાં ઓછી 25થી 30 હજાર કરોડ છે. ભવિષ્યમાં તે 50 હજાર કરોડ સુધી પહોંચશે કે 1 લાખ કરોડ સુધી જશે તે સમય જ બતાવશે.અમે રૂચિ સોયા અને પતંજલિને એક આંતરરાષ્ટ્રીય બ્રાંડ તરીકે બનાવવા માંગીએ છીએ.’

Share Now