તાલિબાનોના વિરોધનો છેલ્લો કિલ્લો પણ ધ્વસ્ત, પંજશીર ઘાટી પર કબ્જાનો કરાયો દાવો

258

કાબુલ : તાલિબાને સોમવારે જાહેરાત કરી કે, પંજશીર પ્રાંત સંપૂર્ણ રીતે તેના કબ્જામાં છે. તાલિબાન પ્રવક્તા જબીઉલ્લાહે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, આ જીત સાથે અમારો દેશ સંપૂર્ણ રીતે યુદ્ધમાંથી બહાર આવી ગયો છે.નોંધનીય છે કે, ૧૫ ઓગસ્ટે કાબુલ પર કબ્જા બાદથી અત્યાર સુધી પંજશીર જ અફઘાનિસ્તાનનો એક માત્ર પ્રાંત હતું, જે તાલિબાનના નિયંત્રણમાં નહોતું.કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ નામ ન આપવાની શરતે એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, હજારો તાલિબાનીઓએ રવિવારે રાત્રે પંજશીરના આઠ જિલ્લાઓ કબ્જે કર્યા હતા.

સોશિયલ મીડિયામાં શેર કરાઇ રહેલી તસવીરોમાં તાલિબાનના ફાઇટર્સને પંજશીરની ગવર્નર ઓફિસના ગેટની બહાર ઊભેલા જોવા મળ્યા છે.તાલિબાનને સામનો કરી રહેલી રેજિસ્ટેન્સ ફોર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમની લડાઇ પણ ચાલુ રહેશે. એનઆરએફ તરફથી કહેવામાં આવ્યું કે, ઘાટીમાં અત્યારે પણ તે ઘણી મહત્વની જગ્યાઓ પર હાજર છે અને તેમની લડાઇ હજુ ચાલુ રહેશે.

આ દરમિયાન રવિવારે એવા પણ સમાચાર આવ્યા કે, રવિવારે તાલિબાનના હુમલામાં રેઝિસ્ટન્સ ફ્રન્ટના પ્રવક્તા અને અહેમદ મસૂદના નજીકના સહયોગી ફહીમ દશ્તીનું મોત થયું હતું.પંજશીરમાં તાલિબાન આગળ નબળા પડવા વચ્ચે નેશનલ રેજિસ્ટેન્સ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તો એક નિવેદન જાહેર કરી સિઝફાયર કરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કાબુલમાં પ્રવેશ્યાના ત્રણ અઠવાડિયા પછી પણ તાલિબાન હજુ સુધી તેમની સરકારને અંતિમ રૂપ આપી શક્યું નથી.તેમની વચ્ચે મડાગાંઠના અહેવાલો પણ છે.તાલિબાનનો વચન છે કે નવી સરકાર અગાઉના તાલિબાન શાસન કરતાં વધુ ઉદારવાદી હશે.

Share Now