મુલ્લા મોહમ્મદ હસન અખુંદ હોઈ શકે છે તાલિબાનની નવી સરકારનો પ્રમુખ, હિબ્તુલ્લાહ અખુંદજાદાએ આપ્યો પ્રસ્તાવ

219

કાબુલ, તા. 07 સપ્ટેમ્બર : અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારના પ્રમુખ મુલ્લા મોહમ્મદ હસન અખુંદ હોઈ શકે છે.કાબુલના મીડિયા રિપોર્ટ અનુસાર હિબ્તુલ્લાહ અખુંદજાદાએ મુલ્લા મોહમ્મદ હસન અખુંદના નામનો પ્રસ્તાવ આપ્યો છે.હસન અખુંદે રઈસ-એ-જમ્હુર અથવા રઈસ ઉલ વજારાનુ પદ મળશે.મુલ્લા બરાદર અને મુલ્લા અબ્દુસ સલામ તેમના ડેપ્યુટી તરીકે કામ કરશે.

મોહમ્મદ હસન અખુંદ 20 વર્ષથી તાલિબાનના રેહબારી શુરાના વડા છે.સૂત્રો અનુસાર હક્કાની નેટવર્કના સિરાજુદ્દીન હક્કાની ગૃહ મંત્રી થઈ શકે છે જ્યારે તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકૂબ રક્ષા મંત્રી થઈ શકે છે.અખુંદ વર્તમાનમાં તાલિબાનના તમામ શક્તિશાળી નિર્ણય લેનાના નિકાય રહબારી શૂરાના પ્રમુખ છે.મીડિયા રિપોર્ટ અનુસાર તાલિબાનના એક નેતાએ કહ્યુ, તેમણે 20 વર્ષ સુધી રહબારી શૂરાના પ્રમુખ તરીકે કામ કર્યુ અને પોતાના માટે સારી પ્રતિષ્ઠા કમાઈ છે.લશ્કરી પૃષ્ઠભૂમિને બદલે તેઓ એક ધાર્મિક નેતા છે અને તેમના ચરિત્ર અને ભક્તિ માટે જાણીતા છે.

રિપોર્ટ અનુસાર, કંધારમાં જન્મેલા મુલ્લા મોહમ્મદ હસન અખુંદે અફઘાનિસ્તાનમાં તાલિબાનના છેલ્લા શાસન દરમિયાન મહત્વપૂર્ણ પદ પર કાર્ય કર્યુ છે.તેઓ મુલ્લા મોહમ્મદ રબ્બાની અખુંદના નેતૃત્વવાળી સરકાર દરમિયાન ઉપ પ્રધાન મંત્રી અને દેશના વિદેશ મંત્રી પણ હતા.તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદને નવી સરકારમાં માહિતી મંત્રી બનાવવા ઈચ્છતા હતા પરંતુ હવે તેમને નવી સરકારના સંભાવિત પ્રમુખ મુલ્લા હસન અખુંદને પ્રવક્તા તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે.

Share Now