શહેરમાં ઘણા વર્ષો બાદ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સરસપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કરતા ગુનેગારો વધુ મજબૂત થયા હોવાના બનાવ બની રહ્યા હતા.આ વિસ્તારમાં પીએસઆઇ પર જીવલેણ હુમલો પથ્થરમારો જેવા બનાવો બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આખા સરસપુરમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસે 60 જેટલા આરોપીઓની ધરપકડ કરી હથિયાર કબજે કર્યા છે.
સરસપુરમાં ગુનેગારનો આતંક
સરસપુર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ પર અવારનવાર કોઈ ગુનેગાર દ્વારા હુમલો કરવામાં આવતો હતો.આ બનાવથી સ્થાનિક પોલીસનો કન્ટ્રોલ ઓછો થઈ ગયો હતો.પણ આ બાબતથી પોલીસનું મોરલ નીચું જઇ રહ્યું હોવાની જાણ થતાં ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણ એક્શન મોડમાં આવી ગયા હતા.
60 આરોપીની ધરપકડ કરવામાં આવી
2 ACP, 2 PI , 25 PSI, 275 PC/HC/ASI મળીને બુધવારે રાતે 10 વાગ્યાથી મોડી રત્ન 2 વાગ્યા સુધી અલગ-અલગ ચાલીઓ અને શંકાસ્પદ વિસ્તારમાં મેગા કોમ્બિંગ કર્યું જેમાં પોલીસે 60 ગુના દાખલ કર્યા છે તેમજ 60 જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.આ કોમ્બિંગ દરમિયાન પોલીસને હથિયાર મળી આવ્યા છે.જે તમામ બાબતે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ક્યાં વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું?
પોટલિયા ચાર રસ્તા વિસ્તાર
1. ગલા રઘાની ચાલી
2. સેવન્તીલાલની ચાલી
3. ધાબાવાળી ચાલી
4. મણીલાલ કડિયાની ચાલી
5. બાપાલાલ કડિયાની ચાલી
6. મનુજી ગોબરજીની ચાલી
પોટલિયા સિવાય કોમ્બિંગ કરેલ ચાલી/સોસાયટી
1. ત્રિકમલાલની ચાલી
2. જજસાહેબની ચાલી
3. સુલેમાન રોજાની ચાલી
4. રમણ ડાહ્યાની ચાલી
5. રામલાલની ચાલી
6. અબ્દુલ શેઠની ચાલી
7. બાઈ લલિતાની ચાલી