એવું શહેર જે આખેઆખું વિઘ્નહર્તાને સમર્પિત : થાઇલેન્ડ સિટી ઑફ ગણેશા તરીકે જાણીતું

221

ગણપતિ બાપા ભારત સિવાય વિશ્વના ઘણા દેશોમાં પૂજનીય છે.પણ એક એવું શહેર છે જે આખેઆખું વિઘ્નહર્તાને સમર્પિત છે.અમે વાત કરી રહ્યા છીએ થાઇલેન્ડની.અહીં આવેલું ચાચોએંગસાઓ શહેર સિટી ઑફ ગણેશા તરીકે જાણીતું છે.અહીં ગણપતિ બાપાની વિવિધ પ્રતિમાઓ છે.ફ્રાંગ અકાતમાં બિરાજમાન ગણેશની 49 મીટર ઊંચી પ્રતિમા છે તો વિશ્વની સૌથી ઊંચી 39 મીટરની કાંસાની ગણેશ પ્રતિમા ઇન્ટરનેશનલ પાર્કમાં સ્થાપિત છે.આ શહેર બેંગકોકથી 80 કિમી દૂર છે તેથી તે પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે.થાઇલેન્ડમાં ગણેશ ‘ફ્રરા ફિકાનેત’ તરીકે પૂજવામાં આવે છે.તેમને દરેકના વિઘ્નને હરનારા અને સફળતાના દેવતા માનવામાં આવે છે.નવો વ્યવસાય કે લગ્ન નિમિત્તે સૌથી પહેલા તેમનું સ્મરણ કરવામાં આવે છે.

થમ્માસેટ યુનિવર્સિટી સાથે જોડાયેલ સોમચાઇ જારન જણાવે છે કે, ગણેશજી અમારી સંસ્કૃતિનો હિસ્સો છે.લોકો ઘર,ઑફિસ તથા ડ્રોઇંગ રૂમમાં ગણેશજીની પ્રતિમાઓ મુકે છે.જ્યારે તેઓ ભારતની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણવા માટે આવ્યા ત્યારે રામ,વિષ્ણુજી અને ગણેશ ભગવાનમાં તેમની આસ્થા વધી ગઈ હતી.સોમચાઈ જણાવે છે કે સામન રતનારામ મંદિરમાં બાપાની આરામ મુદ્રાની સૌથી મોટી પ્રતિમા છે. 20 દેશોના લોકો અહીં દર્શન માટે આવે છે.

થાઇલેન્ડ બૌદ્ધ વસ્તી ધરાવતો દેશ છે.જો કે લોકો મોટાપાયે ગણેશ ચતુર્થી મનાવે છે.અહીંની સંસ્કૃતિ ગણેશજીની એટલી તો ઘેરી અસર છે કે થાઇલેન્ડના લલિત કળા વિભાગના લૉગોમાં પણ ગણેશજી અંકિત છે. 2016 સુધી 60 વર્ષ રાજ કરનારા રાજા રામ (નવમા) ભારતીય સંસ્કૃતિના પ્રસંશક છે.તેમના કાર્યકાળમાં વિષ્ણુ,શિવની સાથે ગણેશજીની પ્રત્યે આસ્થા વધી.ગણેશ ઇન્ટરનેશનલ સેન્ટર પણ ત્યારે જ બન્યું હતું.

ગણેશ ઇન્ટરનેશનલ પાર્કમાં બાપાના 32 સ્વરુપ, 854 હિસ્સામાં બનેલી કાંચાની પ્રતિમા

ગણેશ ઇન્ટરનેશનલ પાર્કમાં ગણપતિના 32 સ્વરુપોની પ્રતિમાઓ છે.સૌથી ઊંચી પ્રતિમા બાળ ગણેશની છે જેના એક હાથમાં ફણસ,બીજા હાથમાં કેળુ,ત્રીજા હાથમાં શેરડી અને ચોથા હાથમાં કેરી છે.તે ધરતી કેટલી ઉપજાઉ છે તેનું પ્રતિક છે.મસ્તક પર કમળનું ફૂલ અને તેની વચ્ચે ઓમ અંકિત છે.આ મૂર્તિને કાંસાના 854 હિસ્સામાંથી બનાવવામાં આવી છે.ફ્રાંગ અકાત મંદિરમાં ભગવાન ગણેશ આશીષ આપતા નજરે પડે છે.સમન વત્તાનરમ મંદિરમાં ગણેશજીની 16 મીટર ઊંચી અને 22 મીટર લાંબી પ્રતિમાઓ છે.

Share Now