ICAI CA Result 2021 : ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) CA ફાઉન્ડેશનના જૂના અને નવા બંને કોર્સનું અંતિમ પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે.મળતી માહિતી અનુસાર, ICAI 13 સપ્ટેમ્બર અથવા 14 સપ્ટેમ્બરના રોજ જુલાઈ 2021 માં લેવાયેલી CA ફાઉન્ડેશન અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે.
પરીક્ષા આપેલા ઉમેદવારો સતાવાર વેબસાઈટ icaiexam.icai.org , caresults.icai.org અને icai.nic.in પર રોલ નંબર અને રજીસ્ટ્રેશન નંબરને આધારે પરિણામ જોઈ શકે છે.
આ રીતે ચકાસો પરિણામ
Step 1 : સૌ પ્રથમ ICAI ની સતાવાર વેબસાઈટ icaiexam.icai.org, caresults.icai.org અથવા icai.nic.in પર જાઓ
Step 2 : હોમપેજ પર દર્શાવેલ રિઝલ્ટ લિંક પર ક્લિક કરો
Step 3 : જરૂરી માહિતી ભરીને લોગ ઈન કરો
Step 4 : તમને સ્ક્રિન પર સ્કોરકાર્ડ્સ જોવા મળશે
Step 5 : ભવિષ્યના સંદર્ભ માટે સ્કોરકાર્ડ્સની પ્રિન્ટ આઉટ કાઢી લો
ઉમેદવાર આ રીતે પણ જોઈ શકશે પરિણામ
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ, icaiexam.icai.org પર તેમના ઇમેઇલ દ્વારા રજીસ્ટ્રેશન કરીને પણ પરિણામોની ચકાસણી કરાવી શકે છે. જે ઉમેદવારો ઇમેઇલ દ્વારા રજીસ્ટ્રેશન કરે છે, તેમને સીએ ફાઇનલ અને સીએ ફાઉન્ડેશનના (CA Foundation) પરિણામો ઇમેઇલ દ્વારા મેળવી શકશે.
ICAI જણાવ્યુ હતુ કે, “જે ઉમેદવારો પરિણામ માટે ઈ મેઈલ દ્વારા રજીસ્ટ્રેશન (Registration) કરે છે, તેમને પરિણામ જાહેર થયા બાદ તરત જ ઈ-મેલ દ્વારા તેમના પરિણામો પૂરા મોકલવામાં આવશે.”
ક્વાલિફાઈ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 ટકા માર્કસ મેળવેલા હોવા જોઈએ
ઉમેદવારોએ ગ્રુપમાં ક્વાલિફાઈ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 ટકા માર્કસ મેળવેલા હોવા જોઈએ. ઉપરાંત જે વિદ્યાર્થીઓ એ એક કરતા વધુ ગ્રુપ માટે પરીક્ષા આપી છે, તે એક ગ્રુપમાં ક્વાલિફાઈ માર્કસ (Qualified Marks) મેળવે છે, પરંતુ બીજા ગ્રુપના ચાર પેપરમાંથી ઓછામાં ઓછા ગુણ મેળવવામાં નિષ્ફળ જાય છે,તો એ એક ગ્રુપમાં ક્વાલિફાઈ ગણાશે ,જ્યારે અન્ય ગ્રુપમાં ફેઈલ થશે.