તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બની છે. પરંતુ એક અઠવાડિયાની અંદર જ તેમના ટૉપના નેતાઓમાં વિવાદ થયો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાનનો સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર અને એક કેબિનેટ સભ્ય વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં જોરદાર ઘર્ષણ થયુ. જેના પછી બરાદરના ગાયબ થયાની ખબર સામે આવી છે.
સરકારને લઇ આતંકીઓમાં વિવાદ
તાલિબાનના એક સૂત્રએ જણાવ્યું કે, બરાદર અને ખલીલ ઉર-રહેમાન હક્કાની (શરણાર્થીના મંત્રી અને આતંકવાદી સંગઠન હક્કાની નટવર્કના એક પ્રમુખ નેતા)ની વચ્ચે તીખી ચર્ચા થઇ હતી.કારણ કે તેમના આતંકી એક-બીજા સાથે વિવાદ કરી રહ્યા હતા.આ દરમિયાન બરાદરે કાબુલ છોડી દીધુ છે અને વિવાદ બાદ કંધાર શહેરમાં ભાગી ગયો છે.
આતંકી બરાદર તાલિબાની સરકારથી નારાજ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કતરમાં સ્થિત તાલિબાનના એક વરિષ્ઠ સદસ્ય અને તેમા સામેલ લોકો સાથે જોડાયેલ એક વ્યક્તિએ પુષ્ટી કરી છે કે, ગત અઠવાડિયયે બંન્ન વચ્ચે તીખી ચર્ચા થઇ હતી.સૂત્રો અનુસાર, આ તીખી ચર્ચા એટલા માટે થઇ કારણ કે ઉપ-પ્રધાનમંત્રી બરાદર પોતાની સરકારથી નાખુશ હતો.આ વિવાદ એ વાતથી વણસ્યો કે તાલિબાનમાંથી કોને અફઘાનિસ્તાનમાં જીતનો શ્રેય લેવો જોઇએ.
આ વાત પર થઇ રહ્યો છે વિવાદ
મુલ્લા બરાદરનું કથિત રીતે માનવું છે કે, કૂટનીતિ પર જોર આપવું જોઇએ, જ્યારે હક્કાની સમૂહના આકંતી અને તેમના સમર્થકોનું કહેવું છે કે, જીત લડાઇના માધ્યમથી હાંસલ થઇ હતી.હક્કાની નેટવર્કના નેતા સિરાઝુદ્દીન હક્કાની તાલિબાનની નવી સરકારમાં ગૃહ મંત્રી છે.
નોંધનિય છે કે તાલિબાનના સુપ્રીમ કમાન્ડર હિબતુલ્લાહ અખુંદજાદાને લઇ પણ અટકળો બનેલી છે.જે ક્યારેય સાર્વજનિક રૂપથી જોવા નથી મળ્યા.તે તાલિબાનની રાજનૈતિક, સૈન્ય અને ધાર્મિક મામલાઓના પ્રભારી છે.