સુરત : ભટાર ચાર રસ્તા પર 20 ફૂટ ઊંચા ઝાડની ડાળીએ લટકીને યુવકે ફાંસો ખાધો

230

સુરતના ભટાર ચાર રસ્તા નજીક એક અજાણ્યા ઇસમે 20-25 ફૂટ ઉંચી ઝાડની ડાળ પર ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.વહેલી સવારે દુકાન ખોલતા વેપારીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ નજરે આવતા એમણે પોલીસ અને ફાયરને જાણ કરી હતી.મૃતદેહના મોંમાથી લોહી વહેતું હતું.વહેલી સવારે સામે આવેલી વિચિત્ર ઘટનાને લઈ તમામ દોડતા ગયા હતા.

કિશોરભાઈ પટેલે (પ્રથમ માહિતી આપનાર) એ જણાવ્યું હતું કે, આજે સવારે આશરે આઠ વાગ્યાની આસપાસ આ ઘટના પ્રકાશમાં આવી હતી.ત્યારબાદ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોએ બોડીને ઝાડ પરથી નીચે ઉતારી હતી.કોઈ મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં હોવાની વાત બાદ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઘટનાને જોવા દોડી હતી.ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા અજાણ્યા ઈસમ ના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Share Now