– ઇડીએ પીએમએલએ હેઠળ કરેલી કાર્યવાહી
– 3000 ડિપોઝીટરો સાથે કુલ રૂ. 1000 કરોડથી પણ વધુની છેતરપિંડીના કેસમાં 1300 એફઆઇઆર
નવી દિલ્હી : રોકાણકારો સાથે 1000 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં કેરળ સિૃથત ફાઇનાન્સિંગ ગુ્રપ અને તેના પ્રમોટરોની કુલ 31.16 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં આવેલી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
ટાંચંમાં લેવામાં આવેલી સંપત્તિમાં કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં જમીન, બિલ્ડિંગ સહિતની 23 સિૃથર મિલકતો, 1132 બેંક ખાતાઓેમાં મૂકવામાં આવેલ ડિપોઝિટરોનું રિ પ્લેજ કરેલ 32 કીલો સોનું,મર્સિડિઝ બેન્ઝ,ટોેયેટા સહિતની વૈભવી કારો, પોપ્યુલર ફાઇનાન્સ ગુ્રપના પ્રમોટરોની 23 ફિક્સ્ડ ડિપોઝીટ અને 732 ચાલુ ખાતાઓનો સમાવેશ થાય છે.પ્રિવેન્શન ઓફ મની લોેન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ જારી કરાયેલા પ્રોવિઝનલ ઓર્ડર હેઠળ આ મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
ઇડીએ જણાવ્યું છે કે આ કેસમાં કેરળ પોલીસે વિવિધ જિલ્લાઓમાં 1300 એફઆઇઆર દાખલ કરી છે.આ કેસમાં 3000 ડિપોઝીટરો સાથે કુલ 1000 કરોડ રૂપિયાથી પણ વધુની છેતરપિંડી આચરવામાં આવી છે.કેરળ અને અન્ય રાજ્યોમાં ફેલાયેલ પોપ્યુલર ફાઇનાન્સ કંપની થોમસ ડેનિયલ અને રિનુ મરીયમ થોમસ(પિતા-પુત્રી)નું ફેમિલી કન્ટ્રોલ્ડ બિઝનેસ છે.