આતંકી સંગઠન IS ભારતમાં પગદંડો જમાવવાની પેરવીમાં

203

– અત્યાર સુધીમાં ૧૬૮ લોકોની ધરપકડ કરવામાં આવી

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના કહેવા પ્રમાણે ભારતમાં આતંકવાદી સંગઠન આઈએસની ગતિવિધિ વધી ગઈ છે.ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે આઈએસના આતંકવાદીઓ યુવાનોનું બ્રેઈન વોશ કરી રહ્યાં છે.એજન્સીએ આઈએસના મુદ્દે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૬૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે, એ તમામ આઈએસ માટે કાર્યરત હતા.

એમાંથી ઘણાં સોશિયલ મીડિયાની મદદથી આઈએસ માટે ફંડિંગ મેળવવાની પેરવી કરતા હતા.ભારતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આઈએસના આતંકવાદીઓએ ભરતી કેન્દ્રો ખોલ્યા છે.એમાં યુવાનોને ભારતની વિરૃદ્ધમાં ઉશ્કેરવામાં આવે છે અને પછી તેમના મગજમાં કટ્ટરવાદનું ઝેર ભરીને હુમલા કરવાનો આદેશ આપવામાં આવે છે.તપાસ એજન્સીના કહેવા પ્રમાણે ગુમરાહ કરીને યુવાનોને ઓનલાઈન તાલીમ આપવામાં આવે છે.એ પછી એમાંથી પસંદ કરીને ઘણાંને વિદેશ બોલાવીને તાલીમ પણ મળે છે.

સ્થાનિક આતંકવાદીઓનું ગુ્રપ બનાવીને તેને ચોક્કસ રાજ્યોમાં હુમલા માટેની સૂચના વારંવાર આપવામાં આવે છે.એજન્સીના કહેવા પ્રમાણે ૨૦૨૧માં ૩૧ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, એમાંથી ૨૭ સામે આરોપ સાબિત થઈ ચૂક્યા છે.

Share Now